શોધખોળ કરો

સ્વાતિ માલીવાલ સરખું ચાલી પણ નથી શકતી ,વીડિયો જોઇને યુઝર્સ લાગાવી રહ્યાં છે અટકળો, કહ્યું કદાચ ખૂબ માર....

શું રાજ્યસભાના સાંસદ અને દિલ્હીના મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલને ખૂબ માર મારવામાં આવ્યો છે? એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ખૂબ ધીમે ધીમે ચાલતી જોવા મળી રહી છે.

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા આયોગના લાંબા સમયથી અધ્યક્ષ રહી ચૂકેલા  સ્વાતિ માલીવાલનો (swati maliwal)   વીડિયો  ચોકાવી રહ્યો છે. ન્યૂઝ એજન્સી ANIએ શુક્રવારે સવારે 3.35 વાગ્યે માલીવાલનો એક વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં તે ધીમેથી ચાલતી જોવા મળી રહી છે. આ વીડિયો માલીવાલના ઘરની બહારનો છે. વીડિયોમાં જોવા મળે છે કે તે કારમાંથી નીચે ઉતરીને ઘરના દરવાજા તરફ જાય છે. આ દરમિયાન એક વ્યક્તિ તેની સાથે હોય છે. ત્યારે મીડિયા પર્સન સ્વાતિ માલીવાલ પાસેથી કંઈક પૂછવા માંગતો હતો. તે કહે છે મને માફ કરજો મેમ, મેમ, પણ સ્વાતિ માલીવાલ દરવાજા તરફ આગળ વધે છે. આ સમય દરમિયાન, વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, માલીવાલ માંડ માડ ચાલી શકતા હતા.

લોકો જુદી જુદી અટકળો લગાવી રહ્યાં છે

 માલીવાલના આ વીડિયોને લઈને અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. વીડિયો હેઠળ કોમેન્ટ્સ આવી રહી છે જેમાં લોકો શંકા કરી રહ્યા છે કે સ્વાતિ વધુ પડતી મારવામાં આવી છે  જેથી તે ઘાયલ થઈ હશે. આ કારણે તે બરાબર ચાલી પણ શકતી નથી. જોકે સત્ય શું છે તે સ્વાતિ જ કહી શકે છે. @crazytweeep નામના યૂઝરે લખ્યું, 'સ્વાતિ માલીવાલ બરાબર ચાલી પણ શકતી નથી. કલ્પના કરો કે નટવરલાલ (કેજરીવાલ)ની હાજરીમાં જ્યારે તેણીને માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે તે કેટલી ડરી ગઈ હશે.

તો  AAP અધિકારી આરતી સિંહનું કહેવું છે કે આ બધું ડ્રામા છે. તેણે લખ્યું, 'જ્યારે તે પોલીસ સ્ટેશન ગઈ ત્યારે આ ઈજાઓ પોલીસને દેખાઈ ન હતી. શું નાટક ચાલે છે?'

@KohliGoat લખે છે, 'તેને શીશમહેલમાં નિર્દયતાથી તેને  મારવામાં આવી છે. તે બરાબર ચાલી પણ શકતી પણ  નથી. શું આ કારણે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને આપ્યા જામીન? હવે કોણ સ્વત સંજ્ઞાન લેશે.

@utka16162એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી કે, તેઓ આ મામલે સ્વાતિ માલીવાલને વિશ્વાસમાં લે. તેણે લખ્યું, 'નરેન્દ્ર મોદી સાહેબ આ જુઓ અને પૂછો કે શું તે ઠીક છે. તેમને ખાતરી આપો કે તમે તેમની સાથે છો. તેઓએ તેની સામે જોરદાર લડત આપવી જોઈએ. ત્રણ-ચાર દિવસ પછી પણ તે બરાબર ચાલી શકતી નથી. કેજરીવાલ અને તેમની પત્નીએ તેમને કેટલી ખરાબ રીતે માર્યા છે તે કોઈ જાણતું નથી.
14 મેની આ ઘટના અંગે દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પહેલીવાર જાહેરમાં પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું છે.ગુરુવારે, તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું

સ્વાતિ માલીવાલે કહ્યુ કે, "છેલ્લા દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. હું પ્રાર્થના કરનારાઓનો આભાર માનું છું. જેમણે મારા ચારિત્ર્યની હત્યા કરવાનો પ્રયાસ કર્યો, કહ્યું કે તે અન્ય પક્ષના ઇશારે કરવામાં આવી રહ્યું છે, ભગવાન તેમનું પણ ભલુ કરે " દેશમાં મહત્વપૂર્ણ   ચૂંટણી ચાલી રહ્યી છે, સ્વાતિ માલીવાલ મહત્વપૂર્ણ નથી, દેશના મુદ્દા મહત્વપૂર્ણ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસGodhara Murder Case : આડાસંબંધની શંકામાં પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, જુઓ અહેવાલVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલMorbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
IND vs AUS 1st Test Day 1 Stumps: પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે 17 વિકેટ પડી, બુમરાહ-સિરાજનો કહેર
IND vs AUS 1st Test Day 1 Stumps: પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે 17 વિકેટ પડી, બુમરાહ-સિરાજનો કહેર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
Ind vs Aus: કેએલ રાહુલ સાથે થઈ ચિટીંગ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી પર્થ ટેસ્ટમાં બબાલ
Ind vs Aus: કેએલ રાહુલ સાથે થઈ ચિટીંગ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી પર્થ ટેસ્ટમાં બબાલ
Embed widget