હલ્દ્વાનીમાં ગેરકાયદે મદરેસા તોડી પડાયા બાદ ઘર્ષણ, ઉપદ્વવીને જોતા જ ગોળી મારવાના આદેશ
હલ્દ્વાનીમાં ઉપદ્વવીઓને દેખતાં જ ગોળી મારવાના આદેશ, ગેરકાયદે મદરેસા તોડી પડાયા બાદ બબાલ, જાણો શુ છે વધુ વિગત
ઉત્તરાખંડના હલ્દવાનીમાં ગુરુવારે અધિકારીઓએ ગેરકાયદેસર મદરેસાને તોડી પાડ્યા પછી, ઉપદ્વવીઓએ પોલીસ અધિકારીઓ પર પથ્થરમારો કર્યો અને પોલીસ વાહનોને આગ લગાડતાં તંગદિલ્લી સર્જાઇ હતી.
ઉત્તરાખંડના હલ્દવાનીમાં ગુરુવારે અધિકારીઓએ ગેરકાયદેસર મદરેસાને તોડી પાડ્યા પછી, અહીં તોફાન ફાટી નીકળ્યાં હતા હતી કારણ કે બદમાશોએ પોલીસ અધિકારીઓ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ કાર સહિત વાહનોને આગ લગાવી હતી. મદરેસા તોડી પડાતા જવાબી કાર્યવાહીમાં, નજીકમાં રહેતા વ્યક્તિઓના જૂથે પોલીસ અધિકારીઓ પર પથ્થરમારો શરૂ કર્યો, જેના પરિણામે ઘણા અધિકારીઓ ઘાયલ થયા હતા.
આ વિસ્તારમાં પોલીસના વાહનો સહિત અનેક વાહનોમાં તોડફોડ અને આગ ચાંપવામાં આવી હતી. વધુમાં, એક ટ્રાન્સફોર્મરને આગ લગાડવામાં આવી છે, જેના પરિણામે આસપાસના વિસ્તારમાં વીજળી પણ ગૂલ થઇ ગઇ છે.
#WATCH | Uttarakhand | Violence broke out in Banbhoolpura, Haldwani following an anti-encroachment drive today. DM Nainital has imposed curfew in Banbhoolpura and ordered a shoot-on-sight order for rioters. Details awaited. pic.twitter.com/Qykla7UO65
— ANI (@ANI) February 8, 2024
ઘણા પત્રકારો અને વહીવટી અધિકારીઓ પોલીસ સ્ટેશનની અંદર ફસાયેલા હતા. કારણ કે ટોળાએ બનભૂલપુરા પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. વધતી જતી પરિસ્થિતિને જોતા હલ્દવાનીમાં વધારાના દળોને બોલાવવામાં આવ્યા છે. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક સાથે બેઠક યોજ્યા બાદ બાનભૂલપુરામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રમખાણોને ધ્યાનમાં રાખીને હલવાનીના બાનભૂલપુરામાં ઉપદ્રવીનો જોતા જ મારવાના આદેશ આપ્યા છે.
હલ્દવાની મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ આજે બાણભૂલપુરા પોલીસ સ્ટેશન નજીક ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી મદરેસાને તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. આ મદરેસાના ડિમોલિશન બાદ અહીં ઉપદ્વવીઓએ પોલીસ પર હુમલો કરતા અને વાહન પર આગ ચાંપતા ઘર્ષણ સર્જાયું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા સીએમએ શૂટ એટ સાઇટના આદેશ આપ્યા છે.