વડોદરામાં છેલ્લા 72 કલાકમાં 13 લોકોએ હાર્ટ એટેક, ગભરામણ, ચક્કર જેવા લક્ષણો બાદ જીવ ગુમાવ્યો
પ્રતાપ નગર વુડાનાં મકાનમાં રહેતા 40 વર્ષીય રાજુભાઈ ચંદુભાઈ પરમાર બેભાન થતા સયાજી હોસ્પિટલ ખસેડાયા જ્યાં તબીબો એ મૃય ઘોષિત કર્યા છે.
Vadodara Sudden Deaths: અસહ્ય ગરમી (Heat)ને લીધે વડોદરામાં મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. છેલ્લા 72 કલાકમાં વડોદરામાં 13 લોકોએ હાર્ટ એટેક (Heart Attack), ગભરામણ, ચક્કર સહિતનાં લક્ષણો બાદ જીવ ગુમાવ્યાં છે. સોમવારે વડોદરા શહેરમાં ગરમી (Heat)ને લગતી બિમારીને લીધે ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે. હાર્ટ એટેક (Heart Attack)થી બેના મોત, જ્યારે ડિહાઈડ્રેશનની તકલીફ અને બેભાન થતા બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે.
કિશનવાડી વિસ્તારમાં મેડિકલ રિપ્રેસનટેટિવ તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય કલ્પેશ સોનીને તાવ, ચક્કર, ઉલ્ટી અને ખેંચ આવતા હોસ્પિટલ લઈ જવાયા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ મોડી રાત્રે બેભાન થતા કલ્પેશ સોનીનું મોત નિપજ્યું હતું.
તો ખોડીયાર નગરના ભાથીજી નગરના મુકેશ ચંદ્ર અધિયારૂને ગરમી (Heat)ને લીધે છેલ્લા ત્રણ દિવસથીતાવની તકલીફ હતી. સોમવારે પણ બેભાન થતા તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આજવા રોડ પરની જય ગુરૂદેવ સોસાયટીમાં રહેતા 56 વર્ષીય સરદાર ગુરમીતસિંહ અને પ્રતાપનગરના વુડાના મકાનમાં રહેતા 40 વર્ષીય રાજુ પરમારનું હાર્ટ એટેક (Heart Attack)થી મોત નિપજ્યું હતું.
પ્રતાપ નગર વુડાનાં મકાનમાં રહેતા 40 વર્ષીય રાજુભાઈ ચંદુભાઈ પરમાર બેભાન થતા સયાજી હોસ્પિટલ ખસેડાયા જ્યાં તબીબો એ મૃય ઘોષિત કર્યા છે.
વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર ઉપર 60 વર્ષે ગીતાબેન વાઘેલા ને એક ગરમી (Heat)ના કારણે છાતીમાં દુખાવો શ્વાસમાં તકલીફ ચક્કર આવવાથી સયાજી હોસ્પિટલ ખસેડાયા જ્યાં તેમની તબિયત નાજુક હોવાનું તબીબો કહી રહ્યાં છે.
અસહ્ય ગરમી (Heat)માં હૃદય રોગના હુમલાના કિસ્સામાં વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં શંકાસ્પદ હૃદય રોગના હુમલાને કારણે વડોદરા શહેરમાં નવ વ્યક્તિઓ જ્યારે મોગર ગામના એક વ્યક્તિ મળી 10 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. વાઘોડિયા રોડ ઉપર અંબે વિદ્યાલય પાસે વૈકુંઠ સોસાયટીમાં રહેતા 54 વર્ષીય નરેન્દ્ર ભાઈ મીરાબાઈ રાઠવા ઘરે બેભાન થયા હતા. ત્યાર બાદ હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત ઘોષિત કર્યા હતા.
બીજા બનાવમાં ડભોઇ રોડ ઉપર જલારામ નગરમાં રહેતા 57 વર્ષ ચેતનભાઇ રાઠવા છાતિમાં દુખાવો થતાં હોસ્પિટલ લઈ જતા ત્યાં સારવાર દરમિયાન હાર્ટ અટેકથી મોત થયું. તરસાલીના શારદા નગરમાં રહેતા 57 વર્ષ કુમાર પાંડે છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલ ખસેડાયા પરંતુ તેમનું મોત થયું હતું. તો સમતા રોડ ઉપર સૌરભ પાર્ક સોસાયટીમાં રહેતા 70 વર્ષ હંસાબેન નાયકને તેમના દીકરી અને જમાઈ વારંવાર ફોન કરતાં ફોન ન ઉઠાવતા પડોશીને જાણ કરી હતી. ઘરના દરવાજા બંધ હોય ફાયર બ્રિગેડને બોલાવી બહાર કાઢતા તેઓ બેભાન હતાં હોસ્પિટલ લઈ જતા તેમનું શંકાસ્પદ હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હતું.
વાસણા કોતરિયા ગામમાં રહેતા 67 વર્ષે મગનભાઈ કેશુભાઈ રોહિત એકાએક છાતીમાં દુખાવો પડતા હોસ્પિટલ લઈ જતા શંકાસ્પદ હૃદય રોગથી મોત થયું હતું અને છાણી વિસ્તારમાં રહેતા 27 વર્ષીય યુવાનની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જતા શંકાસ્પદ હાર્ટ એટેક (Heart Attack)થી મોત થયું હતું. તરસાલીમાં રહેતા 32 વર્ષીય સંજયભાઈ સોલંકી તેમને ગભરામણ થતાં સયાજી હોસ્પિટલ ખસેડાયા જ્યાં હૃદય રોગથી તેમનું મોત નીપજ્યું હતું. તમામ હાર્ટ એટેક (Heart Attack)ના શંકાસ્પદ મોત છે. જો કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.