શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ ઘરજમાઈ યુવકે 16 વર્ષની સાળી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા, સાળીએ મોટી બહેનને કહેતાં શું થયું ?
શારારિક સંબંધો બાંધીને સગીરાને સગર્ભા બનાવી દેતાં છેવટે પરિવારે 181 અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ માગતાં આ મામલો પ્રકાશમાં આવ્યો છે.
વડોદરાઃ વડોદરા શહેર પાસેના ગામમાં સસરાના ઘરે ઘરજમાઈ તરીકે રહેતા યુવકે 16 વર્ષની સગીર સાળી સાથે પરાણે સેક્સ સંબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવી દેતાં પરિવારે ફરિયાદ નોંધાવી છે. હવસખોર ઘરજમાઈ ફરાર થઈ ગયો છે. ઘરજમાઈના કરતૂતો અંગે પત્નિને જાણ થઈ ગઈ હતી અને એ વખતે યુવકે ફરી આવું નહીં કરવાની ખાતરી આપી હતી છતાં તેણે ફરીથી શારારિક સંબંધો બાંધીને સગીરાને સગર્ભા બનાવી દેતાં છેવટે પરિવારે 181 અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ માગતાં આ મામલો પ્રકાશમાં આવ્યો છે.
અભયમનાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, વડોદરા શહેર નજીકના ગામમાં રહેતા એક પરિવારની પુત્રીનાં બે વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. ત્યાર બાદ પુત્રી અને જમાઈ આ પરિવાર સાથે જ રહેતાં હતાં. ઘર જમાઈ તરીકે રહેતા જમાઈની પત્ની સગર્ભા થતાં તેણે નાની સાળી પર નજર બદાડી હતી. એક દિવસ એકાંતનો લાભ લઈને તેણે સગીરા સાથે પરાણે શારીરિક સંબંધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો.
સગીરાએ તેની મોટી બહેનને આ બાબતની જાણ કરતાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ગભરાયેલા પતિએ પત્નીની માફી માગતાં મામલો થાળે પડ્યો હતો. ત્યાર પછી પણ યુવકે નાની સાળી પર બળાત્કાર કરવાનું ચાલુ રાખ્યું હતું. તેણે પત્ની તથા સાળીને ધમકી આપી હતી કે, આ વાત કોઈને જણાવીશ તો બધાને મારી નાખીશ.
થોડા દિવસ પહેલાં સગીરાને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવાતાં તે સગર્ભા હોવાનું જણાયું હતું. એ વખતે મોટી દીકરીએ જમાઈનું આ કૃત્ય હોવાનું જણાવ્યું હતું. પરિવારે તરત 181મહિલા હેલ્પલાઇન પર મદદ માગી હતી. અભયમની ટીમ સ્થળ પર જતાં ઘર જમાઈ ભાગી ગયો હતો. અભયમની પરિવારને સાથે રાખી પોલીસને જાણ કરતાં ફરિયાદ નોંધાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement