શોધખોળ કરો

મધ્ય ગુજરાતના આ જિલ્લામાં વધુ ચાર દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, હવે ગમે ત્યારે થઈ શકે કોરોનામુક્ત

આજે દાહોદમાં વધુ ચાર કોરોનાના દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. ઝાયડ્સ હોસ્પિટલથી આ દર્દીઓને રજા આપવામાં આવી છે.

દાહોદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મોટી સંખ્યામાં લોકો કોરોનાને મ્હાત આપી રહ્યા છે. ત્યારે આજે તાપી જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. આ સાથે ગુજરાતમાં હજુ પણ કેટલાક જિલ્લા કોરોનામુક્ત થાય તેવી આશા જાગી છે. ત્યારે આજે દાહોદમાં વધુ ચાર કોરોનાના દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. ઝાયડ્સ હોસ્પિટલથી આ દર્દીઓને રજા આપવામાં આવી છે. હોસ્પિટલના ડોક્ટર-સ્ટાફે તાળીઓ વગાડીને દર્દીઓને રજા આપી હતી. જિલ્લામાં કુલ 34 પૈકી 32 દર્દી રિકવર થઈ ગયા છે. દાહોદમાં હાલ 2 દર્દી એક્ટિવ છે. નવી પોલીસી મુજબ દર્દીઓને રજા આપવામાં હતી. ત્યારે હવે આ દાહોદ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. આ સિવાય પણ ગુજરાતમાં અમરેલી, આણંદ, અરવલ્લી, ભરુચ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, મોરબી, નર્મદા, પંચમહાલ અને પોરબંદર જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. કેમકે, આ જિલ્લાઓમાં કોરોનાના એક્ટિવ કેસો 10થી ઓછા છે. ગઈ કાલે ગુજરાતમાં સૌથી વધુ 861 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ 790 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ પછી સુરતમાં 26 અને વડોદરામાં 21 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદમાં હવે એક્ટિવ કેસ માત્ર 3922 જ રહ્યા છે. જ્યારે તેની સામે કુલ 7708 લોકો સ્વસ્થ થઈને ઘરે જતા રહ્યા છે. તેમજ અમદાવાદમાં અત્યાર સુધીમાં 864 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 423 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 25 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 861 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 17217 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 1063 થયો છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 62.61 ટકા થઈ ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget