Vadodara: મોબાઈલની લતમાં 13 વર્ષના કિશોરે ઘર છોડ્યું, નાના ભાઈને શોધવા નિકળેલો મોટો ભાઈ પણ ગુમ, આખરે કહાનીમાં આવ્યો અચાનક વળાંક
વડોદરા: શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 13 વર્ષનો વિદ્યાર્થી ઘર છોડી ફરાર થઈ ગયો છે. ત્યાર બાદ નાના ભાઈને શોધવા નીકળેલો 16 વર્ષનો ભાઈ પણ ગુમ થતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.
વડોદરા: શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 13 વર્ષનો વિદ્યાર્થી ઘર છોડી ફરાર થઈ ગયો છે. ત્યાર બાદ નાના ભાઈને શોધવા નીકળેલો 16 વર્ષનો ભાઈ પણ ગુમ થતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. જો કે, ગોત્રી પોલીસે CCTV ના આધારે 16 વર્ષના કિશોરને શોધી કાઢ્યો છે. અને તેના થોડા કલાકો બાદ નાનો પુત્ર પણ ઘરે જાતે જ આવી જતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો.
આ પહેલીવાર નથી જ્યારે અમારો પુત્ર ઘરેથી ભાગી ગયો હોય
કિશોરના ગુમ થવા અંગે તેમની માતાએ કહ્યું કે, મારો દીકરો મોબાઈલના રવાડે ચડી છે. મોબાઈલ ગેમનો ક્રેઝી વિદ્યાર્થી શાળાના કોમ્પ્યુટર પર ગેમ રમતા પકડાયો હતો.. સતત ગેમ રમવાના વ્યસનના કારણે શાળાએ LC પકડાવી દીધું હતું. તેમના પરિવારે એમ પણ કહ્યું કે, આ પહેલીવાર નથી જ્યારે અમારો પુત્ર ઘરેથી ભાગી ગયો હોય. આ પહેલા પણ આ રીતે ભાગી ગયો હતો પરંતુ તે ચાર પાંચ દિવસ પછી પાછો પરત આવી ગયો હતો.
ઘર છોડીને મજૂરી કામે કિશોર લાગી ગયો હતો
દો કે, આ વખતે મોબાઈલ લઈને નીકળેલો નાનો પુત્ર છેલ્લા એક સપ્તાહથી ઘરે પરત ન આવતા માતાએ પોલીસ ફરિયાદ દાખલ હતી. આખરે ગુમ થયેલો નાનો પુત્ર મળી આવતા માતાપિતાએ હાશકારો અનુભવ્યો હતો. પોતાના પૈસે મોબાઈલ ખરીદવા ઘર છોડ્યું હોવાનું કિશોરે જણાવ્યું હતું. ઘર છોડીને મજૂરી કામે કિશોર લાગી ગયો હતો. ચોંકાવનારી વાત એ પણ છે કે, આ પહેલા પિતાએ મોબાઈલ મામલે ઠપકો આપતાં કિશોરે માતાપિતા સામે જ ફરિયાદ નોંધાવી દીધી હતી.
ઘર છોડી ભાગેલા બાળકના પિતાએ શું કહ્યું?
તેમણે કહ્યું કે, મારો દીકરો સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો. ભણવામાં અવ્વલ દીકરાનું ભવિષ્ય મોબાઈલના કારણે અંધારામાં ધકેલાવા લાગ્યું હતું. જ્યાં જતો ત્યાં ત્યાં મોબાઈલ સાથે ચાર્જર પણ લઈ જતો હતો. ફોન ચાર્જમાં રાખીને જ ફ્રી ફાયર રમ્યા કરતો હતો. મોબાઈલ વાપરવાની ના કહીએ તો પોલીસને ફરિયાદ કરવાની ધમકી આપતો હતો. હાલમાં ઘરે આવી ગયેલા કિશોરને પરિવારના સભ્યો સમજાવી રહ્યા છે અને આવું પગલુ ન ભરવા અપીલ કરી રહ્યા છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial