(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara: પેપર લીકકાંડ મામલે ATS એ મળી મોટી સફળતા, કોલકાતાથી બે આરોપીઓની કરી ધરપકડ
વડોદરા: પેપર લીકકાંડ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. એ.ટી.એસ એ કોલકાતાથી વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. નિશિકાન્ત સિન્હા અને સુમિત રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને આરોપી બિહારના રહેવાસી છે.
વડોદરા: પેપર લીકકાંડ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. એ.ટી.એસ એ કોલકાતાથી વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. નિશિકાન્ત સિન્હા અને સુમિત રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને આરોપી બિહારના રહેવાસી છે. બંને આરોપીઓને એ.ટી.એસ વડોદરાની કોર્ટમાં હાજર કરશે અને 14 દિવસના રિમાન્ડની માંગ કરાશે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં પેપરકાંડ મામલે 17 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે, જૂનિયર ક્લાકનું પેપર લીક થતા 9 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.
યુવરાજસિંહ જાડેજાએ પેપર લીક મામલે નામ સહિત કર્યા ખુલાસા
યુવરાજસિંહ જાડેજાએ પેપર લીકને લઈને આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફોડાનારા 16 પૈકી 3 લોકો મોટા કૌભાંડ સાથે સંકળાયેલા છે. યુવરાજસિંહે આરોપ લગાવ્યો કે, ભાસ્કર ચૌધરીએ અગાઉ મેડિકલની પરિક્ષામા ભરતી કરાવી છે. રાજસ્થાન, હિમાચલ અને ઉત્તર પ્રદેશના ખોટા સર્ટિફિકેટનો ધંધો ચલાવતા હતા. આ ઉપરાંત આર એમ પટેલ લોર્ડ ક્રિષ્ના ટ્રસ્ટ વાળા પણ સંકળાયેલા છે. કેતન બારોટ અને હાર્દિક શાહ પણ આ લિંકમાં સંકળાયેલા છે. કેતન બારોટનું મોસાળ નરશિપુર આવેલું છે. અવિનાશ પટેલની પત્ની, બહેન અને અન્ય સગાઓ ઊર્જા વિભાગની ભરતીમાં લાગવગથી લાગેલા છે.
ઊર્જા વિભાગમાં 300 લોકોને નોકરીમાં લાગવગથી લગાવેલા છે
અવિનાશ પટેલ, દેવ પટેલ સહિતના લોકોએ ઊર્જા વિભાગમાં 300 લોકોને નોકરીમાં લાગવગથી લગાવેલા છે. ભાસ્કર ચૌધરી અને અવિનાશ પટેલ દરેક પેપર ફૂટ્યા તેમાં સંકળાયેલા છે. LRD પરીક્ષાનું પેપર ફૂટયું તેમાં મનહર પટેલ સંકળાયેલા છે. 2018માં tatનું પેપર ફૂટયું તેમાં પણ મનહર પટેલ સંકળાયેલા હતા. અત્યાર સુધીમાં તમામ કૌભાંડમાં અરવલ્લી એપિ સેન્ટર રહ્યું છે. દનાભાઈ ખોડાભાઇ ડાંગર 3 પેપર ફોડવામાં સામેલ છે. નવા કાયદામાં એવી જોગવાઈ કરાય કે 2014 પછીની તમામ પરીક્ષાની તપાસ કરવામાં આવે. નીસિકાંત સિંહા મુખ્ય આરોપી છે.
નીસિકાંત સિંહા આઇએએસ અને આઇપીએસ સાથે સારો ધરોબો ધરાવે છે