Vadodara: ઝાડીઓમાં લઇ જઇ વિધર્મી યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પોલીસે શું કરી કાર્યવાહી?
વડોદરાના સાવલીમાં સગીરા પર વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યાની ઘટના બની છે.

વડોદરાઃ વડોદરાના સાવલીમાં સગીરા પર વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યાની ઘટના બની છે. નરાધમે સગીરાને વડોદરાના કમાટી બાગમાં ઝાડી ઝાંખરામાં લઈ જઈ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ફરિયાદ નોંધાયા બાદ આરોપીને પકડવા પોલીસની ટીમ હરકતમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપી કરજણ ટોલનાકા પાસેથી ઝડપાઈ ગયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી વિધર્મી યુવક પરપ્રાંતિય છે.
લીંબડીમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ નોંધાયો
ગુજરાતમાં ઓમિક્રોનનો ખતરો મંડરાઇ રહ્યો છે. ગુજરાતના જામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમિક્રોન કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે ત્યારે સુરેન્દ્રનગરમાં રાજ્યનો બીજો ઓમિક્રોન વેરિઅન્ટનો શંકાસ્પદ કેસ નોંધાયો છે.મળતી જાણકારી અનુસાર, દક્ષિણ આફ્રિકાથી લિંબડી આવેલ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના પોઝિટીવ દર્દીના સેમ્પલ તપાસ અંગે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. જ્યારે તેમના પરિવારને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો. બે દિવસ બાદ ઓમિક્રોન વેરિઅન્ટના સેમ્પલનો રિપોર્ટ આવશે.
'ઓમિક્રોન વાયરસ' અંગે WHO તરફથી આવ્યા રાહતના સમાચાર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
