શોધખોળ કરો
દાહોદઃ'ભારત સરકાર' લખેલી કાર અને એસટી બસ ગમખ્વાર અકસ્માત, કાર ચાલકનું મોત, 6 ઘાયલ
દાહોદથી અમદાવાદ તરફ જતી બસનું બરોડાથી ઉજજેન તરફ જતી કાર જોડે અકસ્માત સર્જાયો હતો. ઘયાલોને 108 વડે સારવાર હેઠળ ખસેડાયા છે.

દાહોદઃ જિલ્લાના રાબડાલ ગામ પાસે હાઈ-વે પર એસ ટી બસ અને કાર વચ્ચે અકસ્માત અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે છ લોકો ઘાયલ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે દાહોદથી અમદાવાદ તરફ જતી બસનું બરોડાથી ઉજજેન તરફ જતી કાર જોડે અકસ્માત સર્જાયો હતો. ઘયાલોને 108 વડે સારવાર હેઠળ ખસેડાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વાંચો





















