શોધખોળ કરો

રૂપાણી સરકારના મંત્રીની વિવાદિત વાણી, કહ્યું- ‘ધાર્મિક કાર્યક્રમથી કોરોના ફેલાય તો ભગવાન જવાબદાર’

રાજ્ય સરકારના મંત્રી તથા સત્યમ્ શિવમ્ સુંદરમ્ સમિતિના સ્થાપક એવા ધારાસભ્ય યોગેશ પટેલના નેતૃત્વ હેઠળ સુરસાગર તળાવ મધ્ય સર્વેશ્વર મહાદેવની વિરાટ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

જો ધાર્મિક કાર્યક્રમના આયોજનથી ફેલાય કોરોના તો ભગવાન જવાબદાર. આ વિવાદિત નિવેદન આપ્યું છે મંત્રી યોગેશ પટેલે. વડોદરામાં શિવરાત્રિના દિવસે યોગેશ પટેલ આયોજિત શિવજી કી સવારી નીકળી હતી. 

આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જે અંગે નિવેદન આપતા સમયે મંત્રી યોગેશ પટેલ ભાન ભૂલ્યા અને બોલ્યા કે, જો ધાર્મિક કાર્યક્રમથી કોરોના ફેલાય તો ભગવાન જવાબદાર રહેશે.

નોંધનીય છે કે, રાજ્ય સરકારના મંત્રી તથા સત્યમ્ શિવમ્ સુંદરમ્ સમિતિના સ્થાપક એવા ધારાસભ્ય યોગેશ પટેલના નેતૃત્વ હેઠળ સુરસાગર તળાવ મધ્ય સર્વેશ્વર મહાદેવની વિરાટ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યુ છે. ત્યાં પ્રતિ વર્ષે મહાશિવરાત્રીએ સુરસાગર ફરતે મહાઆરતીનું આયોજન થતુ આવ્યુ છે. તેમાં પણ છેલ્લા કેટલાક સમયથી દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રીએ જ વડોદરામાં ભવ્યાતીભવ્ય શિવજી કી સવારીનું પણ આયોજન થતુ આવ્યુ છે. જેના ભાગરૂપે ૧૫ ફૂટ ઉંચા નંદી સવાર સુવર્ણજડિત શિવજી, માતા પાર્વતી, ગણેશ, કાર્તિકેય અને નારદજીની ભવ્યાતિભવ્ય રથમાં સવારી નીકળી હતી. 

કોવિડ ૧૯ના કારણે આ વખતે સવારીમાં કોઇ જ ફ્લોટ રાખવામાં આવ્યા ન હતા. પરંતુ શિવભક્તો બેન્ડ વાજા અને ઢોલ-નગારાની સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. ભજન મંડળીઓ,  શિવજીની આરાધના કરતા ભજનો, સ્તુતીઓ સાથે વિવિધ પોળોમાંથી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 

પ્રતાપનગર ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નીકળેલી ભવ્ય શિવજી કી સવારીએ માર્ગો ઉપર અભૂતપૂર્વ આકર્ષણ જમાવ્યું હતું. સવારીનું માર્ગમાં ઠેર ઠેર આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ભવ્યાતિભવ્ય નીકળેલી શિવજી કી સવારીથી સમગ્ર શહેર શિવમય બની ગયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget