શોધખોળ કરો
Advertisement
વડોદરાથી 12 લોકોનું ગ્રુપ ક્યા સુંદર દેશમાં ફરવા ગયું ને ત્યાંથી કોરોનાવાયરસનો ચેપ લઈ આવ્યું ? જાણો વિગત
ગુજરાતમાં મોટા ભાગના કેસોમાં વિદેશ ગયેલા કે વિદેશીઓના સંપર્કમાં આવેલાં લોકોને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો છે.
વડોદરાઃ વડોદરામાં સોમવારે કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાતાં કોરોનાનો ચેપ હોય તેવા દર્દીઓની સંખ્યા છ પર પહોંચી છે. ગુજરાતમાં મોટા ભાગના કેસોમાં વિદેશ ગયેલા કે વિદેશીઓના સંપર્કમાં આવેલાં લોકોને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો છે. વડોદરામાં પણ આ જ કારણે કોરોનાવાયરસનો ચેપ લાગ્યો છે.
વડોદરાથી 12 લોકોનું ગ્રુપ શ્રીલંકાના પ્રવાસે ગયું હતું. આ ગ્રુપમાંથી એક પતિ-પત્નિને કોરોનાવાયરસનો તેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું. તેના પગલે તેમના પરિવારના રીપોર્ટ કરાતાં પુત્રી તથા પુત્રવધૂનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આણ વડોદારાના છ દર્દી પૈકી ચાર વ્યક્તિ તો એક જ પરિવારની હોવાનુ બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.
આ રીપોર્ટના પગલે સરકારી તંત્રે ત્વરિત કામગીરી કરીને શ્રીલંકા ગયેલા ગ્રુપના તમામ લોકો અને આ વ્યક્તિઓના સંપર્કમાં આવેલા 29 લોકોને કોરોંટાઈન કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement