શોધખોળ કરો
વડોદરાઃ નદીમાં કપડા ધોતી મહિલાને મગરે ફાડી ખાધી, કલાકની જહેમત પછી મહિલાને છોડાવી પણ.....
દેવનદીમાં 54 વર્ષીય મંગીબેન ઉકેળભાઈ વસાવા કપડા ધોઈ રહ્યા હતા. દરમિયાન મગરે તેમના પર હુમલો કર્યો હતો.

વડોદરાઃ વાઘોડિયાના મહાદેવપુરા ગામે મગરે મહિલાને ફાડી ખાધી છે. નદી કિનારે મહિલા કપડા ધોઈ રહી હતી, ત્યારે નરભક્ષી મગરે મહિલા પર હુમલો કરી દીધો હતો. જેમાં મહિલાનું મોત થયું છે. એક કલાકની જહેમત પછી તરવૈયાઓએ મહિલાને મગરના ચુંગાલમાંથી છોડાવી હતી, પરંતુ મહિલાનું મોત નીપજ્યું છે. મળતી વિગતો પ્રમાણે દેવનદીમાં 54 વર્ષીય મંગીબેન ઉકેળભાઈ વસાવા કપડા ધોઈ રહ્યા હતા. દરમિયાન મગરે તેમના પર હુમલો કર્યો હતો. આ અંગે જાણ થતાં પિતા-પુત્ર સહિત ગામના તરવૈયાઓએ મહિલાને શોઘવા નદીંમાં ઝંપલાવ્યું હતું અને એક કલાકની ભારે જહેમતે બે મગરના ચુંગાલમાંથી સ્થાનિકો મહિલાને છોડાવી લાવ્યા હતા. વૃદ્ધાનો એક હાથ, એક પગ અને જાંઘ મગર ખાઈ ગયો હતો. આ હુમલામાં મહિલાનું મોત થયું છે. વન વિભાગ અને વાઘોડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ વાંચો





















