(Source: ECI/ABP News/ABP Majha)
Dahod : 6 સંતાનોની માતાને પતિના મિત્રના 14 વર્ષના પુત્ર સાથે બંધાયા શરીર સંબંધ, પ્રેમીને લઈને થઈ ગઈ ફરાર ને....
ફતેપુરાના બે પરિવાર ગાંધીનગરમાં સાથે મજૂરીકામ કરે છે. 6 સંતાનની માતાને સાથે મજૂરી કરતાં પરિવારના 14 વર્ષીય સગીર સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. આ પ્રેમસંબંધનો કિસ્સો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
દાહોદઃ ફતેપુરામાં 35 વર્ષીય પરણિતા અને છ સંતાનોની માતા પતિના મિત્રના 14 વર્ષના છોકરા સાથે ભાગી જતાં ખળભળાટ મચી ગયો છે. સગીર સાથે લગ્ન કરવાના ઇરાદે પોતાની સાથે લઇ ગયા બાદ બંને પકડી પાડ્યા હતા. જોકે, પરત લાવતી વખતે સંતરામપુરના બસ સ્ટેન્ડથી ચકમો આપીને તે ફરીથી પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. બંનેનો કોઈ પત્તો ન લાગતા સગીરાને પિતાએ પોલીસમાં અરજી આપી છે.
ફતેપુરાના બે પરિવાર ગાંધીનગરમાં સાથે મજૂરીકામ કરે છે. ત્યારે 6 સંતાનની માતા એવી પરિણીતાને સાથે મજૂરી કરતાં પરિવારના 14 વર્ષીય સગીર સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. પરણીતાને પ્રેમીના ઉંમરાના તો બાળકો છે તેમજ એક દીકરીના તો લગ્ન પણ થઈ ગયા છે. સગીર અને તેનો પરિવાર કોઈ કારણથી વતન આવ્યો હતો. જોકે, પરણીતાએ સગીરને મળવા પહોંચી ગઈ હતી તેમજ તેને સુખસર બોલાવી ગાંધીનર આવવા રવાના થઈ ગઈ હતી.
બીજી તરફ પરણીતાના પતિએ પત્ની સગીર સાથે ભાગી ગઈ હોવાની જાણ કરી હતી. બંને ગાંધીનગરમાં હોવાની જાણ થતાં પાંચ દિવસ પહેલા સગીરનો પરિવાર ત્યાં પહોંચી ગયો હતો અને બંનેને પકડી બસથી ફતેપુરા લાવી રહ્યા હતા. જોકે, પરણીતાએ સંતરામપુરમાં સગીરના પરિવારે વાતમાં ફસાવીને ફરી એકવાર સગીર સાથે ભાગી ગઈ હતી.
તપાસમાં પરણીતા સગીર સાથે પોતાના પિયરમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. પરણીતા સગીરને પોતાની સાથે પતિ તરીકે રાખવા માંગે છે. આ અંગે પોલીસમાં અરજી થતાં તપાસ શરૂ થઈ છે. સગીરના પિતાને ઉંમરના પુરાવા લઈને બોલાવ્યા છે. આ અંગે પુરાવા જોઇને ગુનો દાખલ થશે, તેમ પોલીસે જણાવ્યું હતું.
પિતા દીકરો સગીર હોવાનો દાવો કરી રહ્યો છે, જ્યારે છોકરો પોતે પુખ્ત હોવાનો દાવો કરી રહ્યો છે. જેને કારણે પોલીસ વિમાસણમાં મુકાઈ છે. હવે આજે આ મુદ્દે વધુ ખુલાસો થાય તેવી શક્યતા છે.