શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ભાજપના નેતાની હત્યા કેસમાં કોંગ્રેસના નેતાની ધરપકડ થતાં હાહાકાર, કોણે રેલી કાઢીને નોંધાવ્યો વિરોધ?
અમિત કટારાની ધરપકડ મામલે ઝાલોદ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. રાજકીય કીન્નાખોરી રાખી ખોટા કેસ કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસે રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું.
દાહોદઃ ભાજપના નેતા અને ઝાલોદના કાઉન્સિલર હિરેન પટેલ હત્યા કેસમાં પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારાની પોલીસે ધરપકડ કરી છે. ઝાલોદના કાઉન્સિલર હિરેન પટેલ હત્યાની રાજકીય કારણોસર થયાનો ખુલાસો થયો છે. આ હત્યા ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાના ઈશારે હત્યા નિપજાવાઈ હોવાનો ખુલાસો થયો છે. જેના આધારે હવે પોલીસે પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારાની પોલીસે ધરપકડ કરી છે.
અમિત કટારાની ધરપકડ મામલે ઝાલોદ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. રાજકીય કીન્નાખોરી રાખી ખોટા કેસ કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસે રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું. રેલીમાં પૂર્વ સાંસદ બાબુ કટારા, MLA ભાવેશ કટારા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. પોલીસે અમિત કટારા ની ધરપકડ કરતા મામલો ગરમાયો છે. યોગ્ય તપાસ ના થાય તો આગામી સમય માં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
દાહોદ જિલ્લાના ઝાલોદમાં કોર્પોરેટર હિરેન પટેલની હત્યા મામલે ગુજરાત એટીએસએ ઇમરાન ગુડાલા નામના વ્યક્તિની ધરપકડ કરી છે. ઈમરાને અમિત કટારાના કહેવાથી હત્યા માટે સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો. અમિત કટારા કૉંગ્રેસના MLA ભાવેશ કટારાનો ભાઈ છે.
દાહોદના ઝાલોદમાં ગત સપ્ટેમ્બર મહિનામાં કોર્પોરેટર હિરેન પટેલની હત્યા કરીને તેને અકસ્માતમાં ખપવાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદમાં પોલીસે તપાસ કરતા મધ્ય પ્રદેશના ચાર અને ગુજરાતના બે લોકો મળી કુલ છ લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં મુખ્ય આરોપીઓ ફરાર હતા. આ આરોપીને શોધવા માટે ATS લાગી ગઈ હતી. આ દરમિયાન ATS ટીમને માહિતી મળી હતી કે મુખ્ય આરોપી ઇમરાન હરિયાણાના મેવાતમાં છૂપાયો છે. અહીંથી એટીએસે તેની ધરપકડ કરી હતી.
ઇમરાનની પૂછપરછ શરૂ કરતા અનેક ખુલાસા થયા હતા. ઇમરાને કૉંગ્રેસના MLA ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાના કહેવાથી અન્યને હિરેન પટેલની હત્યા માટે સોપારી આપી હતી. અમિત કટારા અને ઇમરાન ખૂબ જ સારા મિત્રો હોવાથી અમિતે ઇમરાન અને અજય કલાલને હિરેન પટેલનો ખેલ ખતમ કરવાનું કામ સોંપ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion