શોધખોળ કરો

દાહોદઃ 3 કિશોરે 19 વર્ષના યુવાનને સાવ સામાન્ય કારણમાં કઈ રીતે પતાવી દીધો? કઈ સિરિયલ જોઇને બનાવ્યો પ્લાન?

કિશોરે ફોટોગ્રાફીનો શોખ પૂરો કરવા જગદીશ પાસેથી કટકે કટકે 20 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જોકે, પૈસા પરત ન આપી શકતા જગદીશની હત્યા કરી હતી. 'સાવધાન ઇન્ડિયા' પરથી આઇડિયા લઈને જગદીશની હત્યાને અંજામ આપ્યો હતો.

દાહોદઃ અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપર નાની સારશી ગામે 19 વર્ષીય યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. ગત 22મી ડિસેમ્બરે હાઇવે પર આવેલ એલ.પી.જી. પંપની સામે રસ્તાના ડિવાઈડર વચ્ચેથી યુવકની લાશ મળી આવી હતી. યુવકની હત્યા કરી લાશ સળગાવવાનો હત્યારાઓએ પ્રયાસ કર્યો હતો. પોલીસ તપાસમાં યુવકના ત્રણ કિશોર મિત્રોએ જ હત્યા કરી નાંખી હોવાનું સામે આવ્યું છે. વ્યાજે આપેલી રૂપિયા મુદ્દે યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ૉ દાહોદના નાના ડબગરવાડના 19 વર્ષીય જગદીશ દેવડાએ દાહોદ જ 17 વર્ષીય કિશોરને છેલ્લા આઠ મહિનામાં 20 હજાર રૂપિયા વ્યાજે આપ્યા હતાં. વ્યાજ સાથે એક લાખ રૂપિયા થઇ ગયા હોવાનું કહી જગદીશ ઉઘરાણી કરતો હતો. આ ઉઘરાણીના રૂપિયા ન આપવા પડે તે માટે 17 વર્ષીય કિશોરે જગદીશની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. કિશોરે તેના 14 અને 15 વર્ષના બે મિત્રોને સાથે લીધા હતાં. કાવતરા પ્રમાણે અઠવાડિયા પહેલા જ કિશોરે હાઇવેના ડિવાઇડર વચ્ચે નાની તલવાર સંતાડીને મૂકી દીધી હતી. આ પછી ગત 22મીએ રાત્રે જગદીશને કિશોરે વ્યાજના 2 હજાર આપવા ઇન્દોર રોડ સ્થિત પોલીસ ચોકી નજીક પેટ્રોલ પંપ પાસે બોલાવ્યો હતો. જગદીશ આવતા હાઈવે પર સોનુ દાટ્યાનું જણાવી કિશોરે હથોડી લઈ આવવાનું કહ્યું હતું. આથી જગદીશ તે પ્રમાણે રાતે 10 વાગ્યે પોલીસ ચોકી પાસે આવતાં તેને 2 હજાર રૂપિયા આપ્યા હતા. તેમજ આ પછી તેઓ ચા પીવા ગયા હતા. દરમિયાન કિશોરના અન્ય બે મિત્રો પણ આવી ગયા હતા. આ સમયે 17 વર્ષીય કિશોરે લઘુશંકાનું બહાનું કાઢી નાની સારસી પાસે રોકાયા હતા. તેમજ ડિવાઇડર પાસે સોનુ દાટ્યું હોવાનું જણાવ્યું હતું. અહીં તકનો લાભ લઈ જગદીશની હથોડીથી જ તેના માથામાં ઘા મારી દીધા હતા. તેમજ નાની તલવારથી જગદીશનું ગળું કાપી નાંખ્યું હતું. આ પછી જગદીશની લાશને પેટ્રોલ છાંટી કાંડી ચાંપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. તેમજ ત્રણેય હત્યારાઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કિશોરે ફોટોગ્રાફીનો શોખ પૂરો કરવા જગદીશ પાસેથી કટકે કટકે 20 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જોકે, પૈસા પરત ન આપી શકતા જગદીશની હત્યા કરી હતી. 'સાવધાન ઇન્ડિયા' પરથી આઇડિયા લઈને જગદીશની હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા બાદ કિશોરે જગદીશનું પર્સ કાઢી લીધું હતું. તેમાંથી દોઢસો રૂપિયા નીકળ્યા હતાં. આ પૈસાથી જ હોટલ બાલાજી નજીકથી પાણીની ચાર બોટલ ખરીદી લોહીવાળા હાથ અને મોઢું ધોઇ નાખ્યુ હતું. આ પછી માચીસ ખરીદ્યું હતું અને 50 રૂપિયાનું પેટ્રોલ ખરીદી ઘટના સ્થળે જઇ જગદીશના મૃતદેહને આગ ચાંપી દીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Embed widget