Dahod : સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા મુસાફરો ભરેલી ST બસ ખાડામાં ખાબકી, થઈ ગઈ ચીસાચીસ
ઝાલોદથી જંબુસર જતી એસ.ટી. બસને અકસ્માત નડ્યો છે. ઝાલોદના થાળા ડુંગરી ગામ નજીક એસટી બસને અકસ્માત નડ્યો હતો. બસમા સવાર 25 પેસેન્જરો ઈજાગ્રસ્ત થયા છે.
દાહોદઃ ઝાલોદથી જંબુસર જતી એસ.ટી. બસને અકસ્માત નડ્યો છે. ઝાલોદના થાળા ડુંગરી ગામ નજીક એસટી બસને અકસ્માત નડ્યો હતો. એસ.ટી. બસ ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડની સાઈડના ખાડામા ખાબકી હતી. બસમા સવાર 25 પેસેન્જરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા લીમડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમજ ઇજાગ્રસ્તોને મદદ કરી હતી.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજા મોડી રાતથી જ ધમાકેદાર બેંટીગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં સૌથી વધુ વલસાડ શહેરમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો પારડીમાં પણ સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ વાપીમાં પણ દોઢ ઈંચ અને કપરાડા અને ધરમપુરમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે.
વલસાડ શહેરમાં 24 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વલસાડ શહેરના તિથલ રોડ, એમજી રોડ, હાલર રોડ, સિવિલ હોસ્પિટલ રોડ, સ્ટેશન રોડ, છીપવાડ તથા મોગરાવાડી વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. તો છીપવાડ દાણા બજારના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મધ્યરાત્રીથી પડી રહેલા વરસાદને લઈને હનુમાન મંદિર પાસે પાણી ભરાતા લોકોને આવવા જવામાં તકલીફ પડી હતી.
આ વિસ્તારમાં નગરપાલિકાએ પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી અને રોડ પણ ઊંચો કરવામાં આવ્યો હતો. છતાં ત્રણ કલાકના વરસાદમાં અહીં પાણી ભરાયા હતા. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો તિથલ રોડ પર પણ ભારત ડેરી પાસે પણ પાણી ભરાતા લોકોને અવર જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આમ પ્રશાસનની પ્રિ મોનસૂન કામગીરી પાણીમાં ગઈ છે.
5 દિવસ વરસાદની આગાહી
1 જુલાઈથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર. ઉત્તર અને દક્ષિણ ગુજરાત થશે પાણી-પાણી. હવામાન વિભાગે કરી છે આ આગાહી. હવામાન વિભાગના અનુસાર શુક્રવારથી ગુજરાતમાં મન મૂકીને વરસશે મેઘરાજા. તેમાં પણ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના મતે ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસશે મૂશળધાર વરસાદ તો દક્ષિણ ગુજરાતના સુરત,વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદની આગાહી છે.
આ ઉપરાંત કચ્છ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં પ્રતિ કલાક 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.