![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Dahod : કૂતરો પાછળ પડતાં બચવા યુવક કૂદ્યો કૂવામાં, યુવકની શોધખોળ શરૂ, લોકોના ટોળેટોળા ઉમટ્યા
5 યુવકો ફૂલ તોડવા જતા 1 યુવકની પાછળ કૂતરો પડતા યુવક બચાવ માટે કૂવામાં કુદ્યો હતો. 19 વર્ષનો ધીરજ કૂવામાં પડ્યો હતો. ઘટનાની જાણ ફાયરને કરતા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા છે. યુવકની કૂવામાંમાંથી શોધખોળની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી છે.
![Dahod : કૂતરો પાછળ પડતાં બચવા યુવક કૂદ્યો કૂવામાં, યુવકની શોધખોળ શરૂ, લોકોના ટોળેટોળા ઉમટ્યા Dahod: The young man not found who jumped into the well to escape the dog Dahod : કૂતરો પાછળ પડતાં બચવા યુવક કૂદ્યો કૂવામાં, યુવકની શોધખોળ શરૂ, લોકોના ટોળેટોળા ઉમટ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/29/58d1268830b6d07fd9e07a16ed02d9e2_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દાહોદઃ કૂતરો પાછળ પડતા બચવા માટે યુવક કૂવામાં કૂદ્યો છે. જોકે, કૂવામાં કૂદ્યો હોવાના સમાચાર મળતા આસપાસથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જોકે, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી યુવકનો કોઈ જ પત્તો લાગ્યો નથી.
ગારખાયાના કૂવામાં યુવક કુદ્યો હતો. 5 યુવકો ફૂલ તોડવા જતા 1 યુવકની પાછળ કૂતરો પડતા યુવક બચાવ માટે કૂવામાં કુદ્યો હતો. 19 વર્ષનો ધીરજ કૂવામાં પડ્યો હતો. ઘટનાની જાણ ફાયરને કરતા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા છે. યુવકની કૂવામાંમાંથી શોધખોળની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી છે.
Vadodara : ધૂળેટીના દિવસે જ એકના એક દીકરાના મોતથી પરિવારમાં માતમ, નદીમાં કૂદીને કરી લીધો આપઘાત
વડોદરાઃ વિશ્વામિત્રી નદી(Vishwamitri River)માં કૂદીને 25 વર્ષીય યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. રાવપુરા પોલીસ(Ravpura Police) ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ફાયર બ્રિગેડ(fire Brigade)ની ટીમે ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ શરૂ હતી. તેમજ 5 કલાકની જહેમત બાદ નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પૂજન ભટ્ટ (ઉં.વ. 25) ખાનગી કંપનીમાં (કાનન ઇન્ટરનેશનલ)માં એચ.આર. તરીકે કરતો હતો.
મળતી વિગતો પ્રમાણે, વડોદરાના કાલાઘોડા પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના બ્રિજ પરથી પૂજને પડતું મૂક્યું હતું. ફાયર બ્રગેડની 5 કલાકની જહેમત બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. વિશ્વામિત્રી નદીમાં મગરો હોવાથી પરિવારજનો ચિંતામાં મૂકાઇ ગયા હતા અને રેસ્ક્યૂ કરવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. ધૂળેટીના દિવસે બનેલા આ બનાવે ચકચાર જગાવી મૂકી છે.
ફતેગંજ વિસ્તારમાં દિપકનગરમાં પૂજન ભટ્ટ રહેતો હતો અને કાનન ઇન્ટરનેશનલમાં એચ.આર. ડિપાર્ટમેંટમાં નોકરી કરતો હતો. રાત્રે 3 વાગ્યે યુવાન ઘરેથી નીકળી ગયો હતો અને વહેલી સવારે પૂજન ભટ્ટ નામનો યુવાન કાલાઘોડા પાસે એક્ટિવા લઈને આવી પહોચ્યો હતો. તેણે કાલાઘોડા પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના બ્રિજ પાસે એક્ટિવા મૂકીને બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી.
યુવાને પડતુ મૂક્યુ હોવાની જાણ થતાં તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તે સાથે પસાર થતા લોકોના ટોળેટોળા કિનારા ઉપર ઉમટી પડ્યા હતા. પૂજન ભટ્ટે કયા કારણોસર વિશ્વામિત્રી નદીમાં પડતું મૂક્યું હોવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પણ યુવાન ઘણા સમયથી બીમાર હોવાનું જાણવા મળ્યું છે. નદીમાં પડતું મૂક્યું હોવાની જાણ પરિવાર મિત્રો અને શુભેચ્છકો વિશ્વામિત્રી નદી ખાતે દોડી આવ્યા હતા. ધૂળેટીના દિવસે બનેલા આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી. આ બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પૂજન ભટ્ટ પરિવારનો એકનો એક દીકરો હતો. તે રવિવારે રાત્રે મિત્રના બર્થ ડેમાં ગયો હતો. જોકે રાત્રે 3 વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ તેને વિશ્વામિત્રી નદીમાં મોતની છલાંગ લગાવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)