રાજ્યના આ મોટા શહેરની જનતાને ભર ચોમાસે સહન કરવો પડશે પાણીકાપ, અઢી લાખથી વધુ લોકોને નહીં મળે પીવાનું પાણી
ડીઝલ જનરેટર સેટ મૂકવાની કામગીરી કરવાની હોવાથી મહાનગરપાલિકાએ શહેરમાં પાણીકાપ કરવાનો નિર્ણય લીધો છે
વડોદરાઃ વડોદરા શહેરમાં ભર ચોમાસે પાણી કાપ કરવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, ભર ચોમાસે વડોદરાના અઢી લાખ લોકોને ભર ચોમાસે તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. શહેરમાં દૂષિત અને ઓછા પ્રેશરથી પાણી મળતી હોવાની અનેક ફરિયાદો વચ્ચે આજે સાંજથી બુધવારે બપોર સુધી દક્ષિણ વિસ્તારના 2 લાખ 75 હજારથી વધુ લોકોને પીવાનું પાણી મળશે નહીં.
પોઈચા ફ્રેન્ચવેલ ખાતે ડીઝલ જનરેટર સેટ મૂકવાની કામગીરી કરવાની હોવાથી વડોદરા મહાનગરપાલિકાએ શહેરમાં પાણીકાપ કરવાનો નિર્ણય લીધો છે. શહેરના દક્ષિણ વિસ્તારના લોકોને આજવા સરોવરમાંથી અને મહીસાગર નદીમાંથી રાયકા, દોડકા, પોઈચા, ખાનપુર અને સિંધરોટ ખાતેથી 500 MLD પાણી શહેરને પૂરૂ પાડવામાં આવે છે.
આજે પોઈચા ફ્રેન્ચવેલ ખાતે ડીઝલ જનરેટર સેટ અને તેને સંલગ્ન ઇલેક્ટ્રિકલ એસેસરીઝ લગાવવાની કામગીરી કરવામાં આવનારી છે. આ કામગીરી પૂર્વે સવારના સમયે પોઈચા ફ્રેન્ચવેલ ખાતેથી પાણી વિતરણ કરાશે. પરંતુ ગોરવા, સુભાનપુરા, વડીવાડી, અકોટા અને કલાલી પાણીની ટાંકી તેમજ સુભાનપુરા બુસ્ટર ખાતેથી પાણી મેળવતા અંદાજિત 2.75 લાખ લોકોને પાણી આપવામાં આવશે નહીં. પાણીકાપના કારણે લોકોને ભરચોમાસે હાલાકી સહન કરવી પડશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર- ક્ચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. 19, 20 અને 21 તારીખે ભારે વરસાદ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 દિવસ માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં 19-20 ભારે વરસાદની આગાહી છે. અત્યાર સુધી ગુજરાતમાં 63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, એક પછી એક વરસાદની સિસ્ટમ સક્રીય થઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. 23થી 26 જૂલાઈ વચ્ચે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 29 જૂલાઈથી 8 ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે.
Join Our Official Telegram Channel: