શોધખોળ કરો

Gujarat Election 2022: મધુ શ્રીવાસ્તવનો ધડાકો, ભાજપના ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

આજે નારાજ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મોટો ધડાકો કર્યો. તેમેણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. હવે તેઓ અપક્ષ ચૂંટણી લડી શકે છે.

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારો જાહેર કર્યા ત્યારથી જ આંતરિક વિખવાદ થઈ રહ્યો છે. વડોદરાના વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પણ ટિકિટ આપવામાં આવી નથી. તેમના સ્થાને અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે.

આજે નારાજ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મોટો ધડાકો કર્યો. તેમેણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. હવે તેઓ અપક્ષ ચૂંટણી લડી શકે છે. જોકે આ અંગે હજુ સુધી તેમના તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. વાઘોડિયાના સતત છ ટર્મથી ધારાસભ્યએ રાજીનામું આપવાની જાહેરાત કરી, ભાજપ માટે તન, મન, ધનથી કામ કર્યું. ટિકિટ કપાતાં કાર્યકર્તાઓમાં પણ રોષ છે.

મધુ શ્રીવાસ્તવે સી.આર.પાટીલને પત્ર લખી ભાજપના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. ઉમેદવાર તરીકે ટિકિટ ન મળતાં તેમણે રાજીનામું આપ્યું છે.

સુરતમાં આમ આદમી પાર્ટીને લાગ્યો સૌથી મોટો ઝટકો, પાટીલે શું પાડ્યો મોટો ખેલ?

આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે. આ પહેલા સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. અલ્પેશ કથીરિયાના પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો ભાજપમાં જોડાયા છે. વિજયભાઈ માંગુકિયા સહિત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત ભાવનગર પાસ કન્વીનર નીતિન ઘેલાણી સહિતના લોકો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમને ટોપી અને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. પાસના મુખ્ય કન્વીનાર અલ્પેશ કથીરિયા આપમાંથી લડી રહ્યા હોવાથી તેમના માટે આ મોટો ફટકો છે.

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આવતીકાલે છેલ્લો દિવસ, કોંગ્રેસનું આ 5 બેઠક પર ગુંચવાયું છે કોકડું

પ્રથમ તબક્કાની ચૂંટણીની 89 સીટો પર આવતીકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ  છે. જે પૈકી 5 બેઠકો પર કોંગ્રેસનું કોકડું ગુચવાયું છે. છેલ્લી ઘડી સુધી કોંગ્રેસના નેતાઓની ખેંચતાણનો અંત આવ્યો નથી.  ધ્રાંગધ્રા અને મોરબી બેઠક પર કોંગ્રેસમાં કમઠાણ યથાવત છે, રાજકોટ પશ્ચિમ અને જામનગર ગ્રામ્યમાં પણ કોંગ્રેસ ગુંચમાં છે ઉપરાંત ગારિયાધાર બેઠકમાં પણ ઉમેદવાર અનિશ્ચિત છે.

નણંદ કરી રહી છે ભાભીની હારનો પ્રચાર !

ગુજરાતમાં રાજકીય લડાઈ ચરમસીમાએ છે. કોંગ્રેસ અને ભાજપના બે નેતાઓએ તેને વધુ રસપ્રદ બનાવ્યું છે. આ નેતા ખાસ છે કારણ કે તે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે સીધો સંબંધ ધરાવે છે. એક બાજુ તેની પત્ની રિવાબા જાડેજા અને બીજી બાજુ બહેન નયના જાડેજા છે. જામનગરની ઉત્તર બેઠક એ રાજકારણની પીચ છે. આ બેઠક પરથી ભાજપે જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ આપી છે. બીજી તરફ હવે કોંગ્રેસની નયના એટલે કે તેની ભાભી ખુલ્લેઆમ તેનો વિરોધ કરી રહી છે. રાજનીતિની આ રમતમાં ભાભી અને ભાભી આમને-સામને છે તે તેમના તાજા નિવેદનો પરથી સ્પષ્ટ થઈ ગયું છે.

આ બેઠક પરથી કોંગ્રેસ નયનાને મેદાનમાં ઉતારશે તેવી અટકળો ચાલી રહી હતી, પરંતુ હજુ ચિત્ર સ્પષ્ટ થયું નથી. જો કે, હરીફાઈ હજુ પણ રસપ્રદ છે કારણ કે નણંદ અહીં તેની ભાભીનો સખત વિરોધ કરી રહી છે અને તેની હાર માટે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. નયના જાડેજા કહે છે કે ભાજપે તેમની ભાભી રિવાબાને ટિકિટ આપીને ભૂલ કરી છે, રિવાબા ભલે સેલિબ્રિટી હોય, પણ તેમને અનુભવ નથી તેથી ભાજપ હારી જશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
આ દિવસે શરૂ થશે વન નેશન, વન સબ્સક્રિપ્શન યોજના, કરોડો વિદ્યાર્થીઓને મળશે ફાયદો
આ દિવસે શરૂ થશે વન નેશન, વન સબ્સક્રિપ્શન યોજના, કરોડો વિદ્યાર્થીઓને મળશે ફાયદો
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળ્યા રત્નકલાકાર?Hun To Bolish : હું તો બોલીશ : કયા કારણે લાંબી લાઈન?Surat News: સુરતમાં સરેઆમ દીકરીઓની છેડતી કરનાર નરાધમની ધરપકડHarsh Sanghavi: ગુજરાતમાં ગૌહત્યાના આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં સરકાર કટિબદ્ધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
આ દિવસે શરૂ થશે વન નેશન, વન સબ્સક્રિપ્શન યોજના, કરોડો વિદ્યાર્થીઓને મળશે ફાયદો
આ દિવસે શરૂ થશે વન નેશન, વન સબ્સક્રિપ્શન યોજના, કરોડો વિદ્યાર્થીઓને મળશે ફાયદો
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
Embed widget