શોધખોળ કરો

Vadodra: આ યુવક ભારત સહિત 91 દેશના રાષ્ટ્રગીત ગાઈ શકે છે

વડોદરા શહેરના કલાલી રોડ પર રહેતા અને વિધાર્થી અથર્વ મૂળેને વિશ્વના 91 દેશોના રાષ્ટ્રગીત કંઠસ્થ છે તેના અર્થ પણ જાણે છે.

દેશનું રાષ્ટ્રીય ગીત સામાન્ય રીતે તમામ લોકોને મોઢે હશે પરંતુ માંડ કેટલાક એવા ભારતીયો હશે જેઓને ભારત સિવાય અન્ય કોઈ દેશના રાષ્ટ્રગીત મોઢે હોય અથવા ખબર હોય છે. ત્યારે વડોદરા શહેરના કલાલી રોડ પર રહેતા અને વિધાર્થી અથર્વ મૂળેને વિશ્વના 91 દેશોના રાષ્ટ્રગીત કંઠસ્થ છે તેના અર્થ પણ જાણે છે. અથર્વ મૂળેને તેની આ સિદ્ધિ બદલ ઇન્ડિયા બુક ઓફ રેકોડમાં પણ સ્થાન મળ્યું છે

વડોદરાના કલાલી રોડ પર રહેતો અને શહેરની કોલેજમાં અભ્યાસ કરતો અથર્વ અમિતભાઇ મૂળે દુનિયાના 91 દેશોના રાષ્ટ્રગીત કડકડાટ મોઢે ગાઈ શકે છે અને તે તમામ રાષ્ટ્ગીતના અર્થને સમજી પણ શકે છે. આજથી પાંચ વર્ષ પહેલા માત્ર જિજ્ઞાસાવશ ઈન્ટરનેટ પર ભારતના રાષ્ટ્રગીત ના વિવિધ અંતરા શોધવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમ્યાન દેશના પ્રસિદ્ધ ગાયકના કંઠે ગવાયેલું દેશનું રાષ્ટ્ગીત જન ગણ મન તેને સાંભળ્યું હતું.

આ ગીત સાંભળ્યા બાદ ઈન્ટરનેટ પર જ પાકિસ્તાનનું રાષ્ટ્ગીત પણ તેને સાંભળ્યું હતું અને ત્યાર બાદ વિવિધ દેશના રાષ્ટ્ગીત કેવા હશે. કેવી રીતે ગવાતાં હશે અને તેના ભાવાર્થ શુ હશે તે અંગેનો અભ્યાસ શરુ કર્યો હતો. અથર્વની જિજ્ઞાશાને કારણે તે આજે દુનિયાના 91 જેટલા દેશોના રાષ્ટ્રગીતને મોઢે કરી શક્યો છે.

અથર્વે ઈન્ટરનેટના માધ્યમથી વિવિધ દેશોના રાષ્ટ્ગીતની હાર્ડ કોપી મેળવી તેને કેવી રીતે ગાઈ શકાય તેનો પણ બારીકાઈથી અભ્યાસ કર્યો છે અને પરિણામે વિવિધ દેશોની અલગ અલગ ભાષામાં રચાયેલા રાષ્ટ્રગીતને આસાનીથી ગાઈ શકે છે. અથર્વ જે દેશોના રાષ્ટ્ર ગીત શીખ્યો છે તે તમામ રાષ્ટ્રગીતોની સમય મર્યાદાઓ પણ જુદી જુદી છે. જેમ.કે સાઉદી અરેબિયાનું નેશનલ એંથમ માત્ર 24 સેકન્ડનું જ છે જ્યારે ઇરાકનું નેશનલ એંથમ સૌથી વધુ સેકન્ડ એટલે કે 134 સેકન્ડનું છે. અથર્વને આફ્રિકાના સાત, એશિયન દેશોના ઓગણત્રીશ, ઓસ્ટ્રેલિયાનું એક તો એક યુરોપિયન અને બે નોર્થ અમેરિકાના રાષ્ટ્રગીતો કંઠસ્થ છે. આ ઉપરાંત તે નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા સહિત ભારતના પાડોશી દેશોના રાષ્ટ્ર ગીત ગાઈ શકે છે.

અથર્વ વિશ્વના અન્ય જે બાકી રહી ગયા છે તેવા દેશોના રાષ્ટ્રગીતો શીખવા માટે હાલ પ્રયાસ કરી રહ્યો છે. મહત્વનું છે કે અથર્વ ને દેશનું રાષ્ટ્રગીત અન્ય ભાષામાં પણ આવડે છે જેમાં એરેબિક ભાષામાં આપના દેશના રાષ્ટ્રગીત ને ગાઈ શકવાની ખૂબી વિશેષ છે. આ ઉપરાંત હાલ તે દેશના વિવિધ રાજ્યો માટે રચાયેલા રાજ્ય ગીતો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં ગુજરાત સહિત અન્ય ચાર રાજ્યોના રાજ્ય ગીત તેને કંઠસ્થ કરી લીધા છે. અથર્વના માતા પિતા તેના આ ટેલેન્ટને લઈને ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind kejriwal News:અરવિંદ કેજરીવાલે મોદી સરકારને મધ્યમ વર્ગ માટે કરી, આ મોટી માંગણી
Arvind kejriwal News:અરવિંદ કેજરીવાલે મોદી સરકારને મધ્યમ વર્ગ માટે કરી, આ મોટી માંગણી
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો  રાઉન્ડ, આ તારીખથી ફરી   હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ, આ તારીખથી ફરી હાડ થીજાવતી ઠંડીની આગાહી
જમ્મુ-કાશ્મીરમાં અચાનક ફેલાઇ આ રહસ્યમીય બીમારી, એકઝાટકે 17 ના મોત થતાં સરકાર ચિંતિત
જમ્મુ-કાશ્મીરમાં અચાનક ફેલાઇ આ રહસ્યમીય બીમારી, એકઝાટકે 17 ના મોત થતાં સરકાર ચિંતિત
US-China Relations: અમેરિકાના રાષ્ટ્રપતિએ ચીન વિરુદ્ધ લીધો મોટો નિર્ણય, 10 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
US-China Relations: અમેરિકાના રાષ્ટ્રપતિએ ચીન વિરુદ્ધ લીધો મોટો નિર્ણય, 10 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market: ટ્રમ્પના નિર્ણયથી શેરબજારમાં એક જ દિવસમાં મોટો કડાકો, રોકાણકારોનું 7 કરોડનું ધોવાણDonald Trump News: પહેલા જ દિવસે ટ્રમ્પે મચાવ્યો તરખાટ, જુઓ ભારતને નિર્ણયો કેટલા કરશે અસર?Banasakantha: બહારથી ઘી લેતા પહેલા ચેતજો, ઘીમાં ભેળસેળનો થયો પર્દાફાશ Watch VideoAmit Shah: આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, જાણો શું છે શિડ્યુઅલ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind kejriwal News:અરવિંદ કેજરીવાલે મોદી સરકારને મધ્યમ વર્ગ માટે કરી, આ મોટી માંગણી
Arvind kejriwal News:અરવિંદ કેજરીવાલે મોદી સરકારને મધ્યમ વર્ગ માટે કરી, આ મોટી માંગણી
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો  રાઉન્ડ, આ તારીખથી ફરી   હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ, આ તારીખથી ફરી હાડ થીજાવતી ઠંડીની આગાહી
જમ્મુ-કાશ્મીરમાં અચાનક ફેલાઇ આ રહસ્યમીય બીમારી, એકઝાટકે 17 ના મોત થતાં સરકાર ચિંતિત
જમ્મુ-કાશ્મીરમાં અચાનક ફેલાઇ આ રહસ્યમીય બીમારી, એકઝાટકે 17 ના મોત થતાં સરકાર ચિંતિત
US-China Relations: અમેરિકાના રાષ્ટ્રપતિએ ચીન વિરુદ્ધ લીધો મોટો નિર્ણય, 10 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
US-China Relations: અમેરિકાના રાષ્ટ્રપતિએ ચીન વિરુદ્ધ લીધો મોટો નિર્ણય, 10 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
Airtel એ ફક્ત SMS અને કોલિંગ સાથે બહાર પાડ્યા નવા પ્લાન, TRAI એ આપ્યો છે આ આદેશ
Airtel એ ફક્ત SMS અને કોલિંગ સાથે બહાર પાડ્યા નવા પ્લાન, TRAI એ આપ્યો છે આ આદેશ
Affordable CNG Cars: માર્કેટમાં આ સસ્તી CNG કારની ખૂબ છે ડિમાન્ડ, કિંમત ફક્ત છ લાખથી શરૂ
Affordable CNG Cars: માર્કેટમાં આ સસ્તી CNG કારની ખૂબ છે ડિમાન્ડ, કિંમત ફક્ત છ લાખથી શરૂ
Mahakumbh 2025: મહાકુંભમાં અંતિમ સ્નાન ક્યારે થશે, આ દિવસે શું છે વિશેષતા?
Mahakumbh 2025: મહાકુંભમાં અંતિમ સ્નાન ક્યારે થશે, આ દિવસે શું છે વિશેષતા?
Republic Day Parade: ગણતંત્ર દિવસની પરેડ જોવા જઇ રહ્યા છો તો સાથે ક્યારેય ના લઇ જવી જોઇએ આ વસ્તુઓ
Republic Day Parade: ગણતંત્ર દિવસની પરેડ જોવા જઇ રહ્યા છો તો સાથે ક્યારેય ના લઇ જવી જોઇએ આ વસ્તુઓ
Embed widget