Gujarat Corona: ગુજરાત ભાજપના ક્યા ધારાસભ્યને થઈ ગયો કોરોના ? પુત્ર પણ કોરોનાગ્રસ્ત થતાં બંને હોમ આઈસોલેશનમાં....
ડભોઇ શહેર અને તાલુકામાં કુલ કોરોનાના ત્રણ નવા કેસ નોંધાયા છે. આ પૈકી ડબોઈ નગરમાં 1 અને તાલુકામાં 2 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. આ તમામને હોમ આઇશોલેશનમાં રહેવા સૂચના અપાઈ છે
વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને રાજકારણીઓ કોરોનાનો ભોગ બની રહ્યા છે ત્યારે ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોના પોઝિટિવ થયા છે. ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા ઉર્ફે શૈલેષ સોટ્ટાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ધારાસભ્ય શૈલેષ સોટ્ટાની સાથે સાથે તેમના પુત્ર ધ્રુમિલ મહેતા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલમાં બંને પિતા પુત્રને હોમ આઇસોલેશનમાં રખાયા છે. બંનેએ છેલ્લા અઠવાડિયામાં ઘણા રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપી હતી તેથી પોતાના સંપર્કમાં આવેલા તમામને સાવચેતી ખાતર કોરોનાનો ટેસ્ટ કરાવી લેવા તેમણે વિનંતી કરી છે.
ધારાસભ્ય શૈલેષ મહેતા ઉર્ફે શૈલેષ સોટ્ટા જે મતવિસ્તારના ધારાસભ્ય છે તે ડભોઇમાં પણ કોરોનાની ત્રીજી લહેર ની એન્ટ્રી થઈ છે. આજે તપાસ કરતાં ડભોઇ ના મહુડી ભાગોડ તાલુકાના ખાણપુરા અને ચાંદોદ ગામે કોરોના કેસો નોંધાયા હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે, ડભોઇ શહેર અને તાલુકામાં કુલ કોરોનાના ત્રણ નવા કેસ નોંધાયા છે. આ પૈકી ડબોઈ નગરમાં 1 અને તાલુકામાં 2 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. આ તમામને હોમ આઇશોલેશનમાં રહેવા સૂચના અપાઈ છે
કોરોના ની બીજી લહેર બાદ પ્રથમ વખત ડભોઇ શહેર અને તાલુકામાં કેસ નોંધાતાં લોકોમાં ફફડાટ છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાજપના ઘણા નેતા પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. અમદાવાદ શહેરમાં 4 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલું સંત સંમેલન સુપર સ્પ્રેડર સાબિત થઈ રહ્યું છે. આ સંત સંમેલનમાં ડો. ઋત્વિજ પટેલે હાજરી આપી હતી. આ સંત સંમેલનના કારણે અમદાવાદ શહેર ભાજપ સંગઠનના મોટાભાગના નેતાઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.
આ સંત સંમેલનમાં હાજર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતા કોરોના પોઝિટિવ આવ્યા છે.