ગુજરાતના કયા શહેરમાં દૈનિક 5 બાળકો આવી રહ્યા છે કોરોના પોઝિટિવ? ઉભું કરાયું નવું કોવિડ કેર
વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ (SSG hospital)ના પીડિયાટ્રિક વિભાગની ઓ.પી.ડી.માં દૈનિક ૫ બાળકો કોરોના પોઝિટિવ આવે છે, તેમ પીડિયાટ્રિક વિભાગ વડાએ જણાવ્યું હતું. સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના વડા ડો. શીલા ઐયરે માહિતી આપી હતી.
વડોદરાઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર (Gujarat Corona) મચાવ્યો છે. ત્યારે હવે વડોદરા (Vadodara)થી પણ માઠા સમાચાર સામે આવ્યા છે. વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ (SSG hospital)ના પીડિયાટ્રિક વિભાગની ઓ.પી.ડી.માં દૈનિક ૫ બાળકો કોરોના પોઝિટિવ આવે છે, તેમ પીડિયાટ્રિક વિભાગ વડાએ જણાવ્યું હતું. સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના વડા ડો. શીલા ઐયરે માહિતી આપી હતી.
આ સ્થિતિને પહોંચી વળવા બાળકોની સારવાર માટે નવું કોવિડ કેર ઉભું કરાયું છે. હાલ બે જોડિયા અને અન્ય એક બાળક આઇસોલેશન વોર્ડમાં દાખલ છે. અન્ય બાળકોને હોમ કોરેન્ટાઇન કરાયાં છે.
ગુજરાતમાં કેર વર્તાવી રહેલા Corona વાયરસે હવે પ્રથમવાર ૨૩૦૦ની સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં Coronaના ૨,૩૬૦ નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદ-સુરતમાંથી ૩, ખેડા-મહીસાગર-વડોદરામાંથી ૧-૧ના એમ કુલ ૯ વ્યક્તિના Coronaથી મૃત્યુ થયા છે.આમ, આ સ્થિતિએ રાજ્યમાં પ્રતિ ૧ કલાકે ૯૮ નવા કેસ સામે આવે છે. રાજ્યમાં હાલ ૧૨,૬૧૦ એક્ટિવ કેસ છે જ્યારે ૧૫૨ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ કેસનો આંક હવે ૩,૦૭,૬૯૮ જ્યારે કુલ મરણાંક ૪,૫૧૯ છે. આ પૈકી માર્ચ મહિનામાં જ ૩૭,૮૦૯ કેસ નોંધાયા છે જ્યારે ૧૦૯ના મૃત્યુ થયા છે.
રાજ્યામાં ચિંતાજનક વાત એ છે કે, એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 12610 પર પહોંચ્યો છે. જેમાંથી 152 લોકો વેન્ટિલેટર પર અને 12458 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં Coronaથી રિકવરી રેટ 94.43 ટકા પર પહોંચ્યો છે.
Coronaથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન (AMC)માં 3, સુરત કોર્પોરેશન(SMC)માં 3, ખેડામાં 1, મહીસાગર-1 અને વનડોદરા કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 9 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4519 લોકોના Coronaથી મોત થઈ ચુક્યા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 611, સુરત કોર્પોરેશનમાં 602, વડોદરા કોર્પોરેશનમાં 290 , રાજકોટ કોર્પોરેશનમાં 172, સુરત 142, વડોદરા 51, રાજકોટ 36, ભાવનગર કોર્પોરેશન-34, નર્મદા 19, જામનગર કોર્પોરેશન 31, ગાંધીનગર કોર્પોરેશન 25, મહેસાણા 22, ગાંધીનગર 22, ગાંધીનગર કોર્પોરેશન-25, મહીસાગર 14, પાટણ-26, જામનગર-30,અમરેલી અને આણંદમાં 18-18 કેસ નોંધાયા હતા.
કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?
રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2004 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,90,569 છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 49,45,649 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,65,395 લોકોને Coronaની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 56,11,044 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,72,460 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.