શોધખોળ કરો

વડોદરાની સ્કૂલોમાં કોરોનાની એન્ટ્રી થતાં વાલીઓમાં ફફડાટ, હવે ડાન્સ ટિચર થયાં સંક્રમિત

નવરચના બાદ સંત કબીર સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી થતાં વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. સ્કૂલના શિક્ષિકા કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

વડોદરાઃ ગુજરાતમાં ધીમે ધીમે કોરોના દૈનિક કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે વડોદરામાં સ્કૂલોમાં કોરોના ફેલાયો છે. નવરચના બાદ સંત કબીર સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી થતાં વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. સ્કૂલના શિક્ષિકા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. પ્રાઈમરી વિભાગમાં ડાન્સ ટીચર તરીકે કામ કરતાં શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

સ્કૂલ મેનેજમેન્ટે વાલીઓને મેસેજ કરી જાણકારી આપી હતી. 16 થી 18 ડિસેમ્બર દરમિયાન ઓફલાઈન ક્લાસ બંધ કરાયા છે.

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 68  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 43 દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,17,687 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયુ નથી. આજે  2,94,532 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 20, વડોદરા કોર્પોરેશન 12,  સુરત કોર્પોરેશનમાં 9, રાજકોટ કોર્પોરેશનમાં 7,ગાંધીનગર 5, નવસારી 5,  જામનગર કોર્પોરેશનમાં 3, કચ્છ 2, વલસાડ 2,  ભરૂચમાં 1,  રાજકોટમાં 1 અને સુરતમાં 1 કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 580  કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 574 નાગરિકો સ્ટેબલ છે. 8,17,687  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10100 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 19ને પ્રથમ અને 833 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 8116 લોકોને પ્રથમ અને 72068 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 26436 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 187060 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,94,532 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,64,92,183 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
 
ગુજરાતમાં ઓમિક્રોનનો વધુ એક કેસ સામે આવ્યો છે. વિજાપુર ખાતેના એક મહિલાનો ઓમીક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિદેશની  ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવનાર એક બહેન પોઝિટિવ આવ્યા છે. ઝિમ્બાવેથી આવેલ એક વ્યક્તિના સંપર્કમાં બહેન આવ્યા હતા. કોન્ટેકટ ટ્રેસિંગ કરતા ઝિમ્બાબ્વેથી આવેલ વ્યક્તિ નેગેટિવ જ્યારે કોન્ટેકટમા આવેલ બહેન પોઝિટિવ આવ્યા છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget