શોધખોળ કરો
Advertisement
ગુજરાતની કઈ પાલિકામાં કોંગ્રેસના તમામ 4 ઉમેદવારો એક સાથે ખસી ગયા? જાણો વિગત
પાદરા નગરપાલિકામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાદરાના વોર્ડ નંબર-2માં કોંગ્રેસની પેનલના 4 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા છે.
વડોદરાઃ ગુજરાતમાં આગામી 28મી ફેબ્રુઆરીએ નગર પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે. તેમજ આ માટેની ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારે પાદરા નગરપાલિકામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાદરાના વોર્ડ નંબર-2માં કોંગ્રેસની પેનલના 4 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા છે.
પાદરા વોર્ડ નંબર 2માં હવે માત્ર 5 ઉમેદવારો રહ્યા છે. ભાજપના 4 અને આમ આદમીના 1 મળી 5 ઉમેદવારો રહ્યા છે. કોંગ્રેસના હિતેશ ગાંધી, લુપીન ગોહિલ, પીનલ પટેલ તથા ગુલનાઝ મન્સૂરીએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા. વોર્ડ નંબર 2 માં ભાજપ સામે ફક્ત આમ આદમીનો એક ઉમેદવાર રહ્યો છે.
કોંગ્રેસ શહેર પ્રમુખ લોભ, લાલચ અને ધમકી આપ્યા હોવાના આક્ષેપો લગાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement