શોધખોળ કરો
ભાજપના કાર્યકરે MLA વિશે કહ્યું, 'એ દારૂ પીવે છે, હું પીતો નથી ગુંડા જેવા માણસે, મને મારી નાંખવાની ધમકી આપી'
કંચનભાઈ ગરોડીયાએ જણાવ્યું હતું કે, હું સભામાં ગયો હતો. મને ધક્કા મારીને સભામાંથી બહાર કાઢ્યો. હું દારૂ પીતો નથી. એ પીવે છે, હું પીતો નથી.
![ભાજપના કાર્યકરે MLA વિશે કહ્યું, 'એ દારૂ પીવે છે, હું પીતો નથી ગુંડા જેવા માણસે, મને મારી નાંખવાની ધમકી આપી' Gujarat Elections 2021 : BJP worker allegations against MLA Madhu Srivastava ભાજપના કાર્યકરે MLA વિશે કહ્યું, 'એ દારૂ પીવે છે, હું પીતો નથી ગુંડા જેવા માણસે, મને મારી નાંખવાની ધમકી આપી'](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/26165454/Kanchan-Geradia.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીરઃ કંચનભાઈ ગરોડીયા.
વડોદરાઃ વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મઘુશ્રીવાસ્તવને સામે ભાજપના કાર્યકરે સવાલો ઉઠાવતા ધારાસભ્ય ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. વાઘોડિયામા ચુંટણી પ્રચારની જાહેર સભામા ભાજપના કાર્યકરનો પિત્તો ગયો હતો અને કહ્યું હતું કે, વાઘોડિયાની ભાજપની એક મહિલા કાર્યકરની આબરુ લેવાની ઘમકી કેમ આપી ? ભાજપના સાત સભ્યોને ટિકીટ કેમ ના અપાઈ ? તુ કેવુ કામ કરે છે ?
કંચનભાઈ ગરોડીયા નામના કાર્યકર્તાના સવાલથી મધુશ્રીવાસ્તવ સ્તબ્ધ થયા હતા. જાહેર મંચ પરથી આ દારુ પિઘેલો છે, પોલીસને બોલાવો, તેમ મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું. જોકે, ભાજપના કાર્યકરે , એ દારૂ પીવે છે, હું પીતો નથી ગુંડા જેવા માણસે, મને મારી નાંખવાની ધમકી આપી એમ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, હું સભામાં ગયો હતો. મને ધક્કા મારીને સભામાંથી બહાર કાઢ્યો. હું દારૂ પીતો નથી. એ પીવે છે, હું પીતો નથી. એ ગુંડા જેવા માણસે મને મારી નાંખવાની ધમકી આપી છે. આ માણસ ગુંડાગારી છે. એને ટિકિટ આપવી ન જોઇએ. વાઘોડિયાનું કોઈ કામ સારૂ કર્યું નથી. બધું એણે ખાવાનું જ કામ કર્યું છે. લોકોને ધમકી આપે છે. ધમકી આપવાથી કોઈ મત આપે નહીં. મારી નાંખવાની ધમકી આપે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)