શોધખોળ કરો
વડોદરા ગેરકાયદેસર હોર્ડિગ્સ મામલે હાઈકોર્ટનો ચૂકાદો, જીડીસીઆર વિરૂધ્ધના હોર્ડિંગ્સ નહી ચાલે

વડોદરા: વડોદરામાં ગેરકાયદેસર હોર્ડિગ્સને લઈને ગુજરાત હાઈકૉર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામા આવ્યો છે. ગુજરાત હાઈકૉર્ટે ટકોર કરતા કહ્યું છે જીડીસીઆરથી વિપરીતના હોર્ડિગ્સ ચલાવી લેવામાં નહી આવે. અરજદારોએ આક્ષેપ કર્યો હતો કે વડોદરામાં માટાભાગના હોર્ડિંગ્સ જીડીસીઆર વિરુધ્ધના છે. આ પ્રકારના હોર્ડિગ્સ લગાવેલા હશે તો આવનારા સમયમાં તેમની વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા કોર્પોરેશનના રિઝોલ્યુંશનમાં દર્શાવેલ સાઈઝ પ્રમાણેના હોર્ડિંગ્સને માન્ય રાખી શકાય નહી, જીડીસીઆરથી કોર્પોરેશનનું રિઝોલ્યુંશન મોટું થઈ શકે નહી.
વધુ વાંચો





















