શોધખોળ કરો

મધુ શ્રીવાસ્તવની 'દબંગાઇ',- મારા કાર્યકર્તાનો કોઇએ કૉલર પકડ્યો તો ફાયરિંગ કરીશ, હું કોઇનાથી ડરતો નથી.....

આગામી 7મી મેએ લોકસભાની 26 બેઠકોની સાથે આ પાંચ બેઠકો પર પણ મતદાન યોજાશે

Lok Sabha Election: ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી પણ ચોજાઇ રહી છે, આગામી 7મી મેએ લોકસભાની 26 બેઠકોની સાથે આ પાંચ બેઠકો પર પણ મતદાન યોજાશે. આ વખતે વડોદરાની વાઘોડિયા બેઠક ફરીથી ચર્ચામાં આવી છે. જોકે, આ વખતે ચૂંટણી મેદાનમાં પૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નથી પરંતુ તેમનું એક નિવેદન અત્યારે ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. હાલમાં જ તેમનું એક દબંગાઇભર્યુ નિવેદન સામે આવ્યુ છે, જેમાં ફાયરિંગ કરવાની વાત કરી રહ્યાં છે.

લોકસભાની 26 બેઠકોની સાથે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ રહી છે, વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠક પર આ વખતે મધુ શ્રીવાસ્તવ ચૂંટણી નથી લડી રહ્યાં પરંતુ કાર્યકરોની સાથે ઉભા રહેલા જોવા મળી રહ્યાં છે. તાજેતરમાં જ ફરીથી વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દબંગાઇ જોવા મળી છે. મધુ શ્રીવાસ્તવે હાલમાં જ એક જાહેર મંચ પરથી ખુલ્લેઆમ ચિમકી ઉચ્ચારી છે કે મારા કાર્યકર્તાઓને કોઇએ હાથ ના અડાડવો. તેમને કાર્યકર્તાઓને સંબોધીને કહ્યું કે, જો કોઈ કૉલર તમારો પકડે તો મધુ શ્રીવાસ્તવ પાસે આવજો. ફાયરિંગ ના કરૂ તો મધુ શ્રીવાસ્તવ મારુ નામ નહીં. હું માત્ર ભગવાન બજરંગબલીથી જ ડરૂ છું, બાકી કોઈનાથી ડરતો નથી. તેમને ચિમકી ઉચ્ચરતા કહ્યું કે, મોત તો આવવાનું જ છે, મોત સે ક્યા ડરના.

મધુ શ્રીવાસ્તવ 6 ટર્મ સુધી રહ્યાં છે ધારાસભ્ય 
દબંગ નેતા અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છેલ્લા 6 ટર્મ સુધી સતત વાઘોડિયા બેઠક પર ચૂંટતા આવ્યા અને વર્ષ 2022માં ભાજપ પક્ષમાંથી ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ચૂંટણી લડી હારી ગયા હતા. આ બેઠક પર ભાજપના હાલના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ લડી ચૂંટાયા હતા.

મધુ શ્રીવાસ્તવને હરાવનારા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને હવે ભાજપે ટિકિટ આપી મેદાને ઉતર્યા છે ત્યારે ફરી શું આ બેઠક પર ભાજપનો ભગવો લહેરાય છે કે અન્ય કોઈ ત્રીજો ઉમેદવાર ફાવી જાય છે તેના પર સૌની નજર છે. ગઇ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પર ભાજપ તરફથી અશ્વિન પટેલ મેદાને હતા અને તેઓને 63,899 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી સત્યજીતસિંહ ગાયકવાડને મેદાને ઉતારવામાં આવ્યા હતા તેઓને 18,870 મત મળ્યા હતા. અપક્ષ તરફથી ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મેદાને ઉતરતા તેઓને માત્ર 14,645 મત મળ્યા હતા. જો કે, અપક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા 77,905 મતોની સરસાઈથી જીત મેળવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
Advertisement
metaverse

વિડિઓઝ

Hun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp AsmitaHun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp AsmitaGandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણBanaskantha Rain । બનાસકાંઠાના અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Embed widget