શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
ગુજરાત ભાજપ MLAનો ભાજપ સામે આક્ષેપઃ સગાંને ટિકિટ નહીં આપવાનો નિયમ બનાવીને મહિલા સાંસદનાં બબ્બે સગાંને ટિકિટ આપી
ભાજપના પૂર્વ કોર્પોરેટર દીપક શ્રીવાસ્તવ વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર છે. મધુ શ્રીવાસ્તવે પણ પુત્રને ટેકો આપીને ભાજપ સામે ખુલ્લી બગાવત કરી ને આક્ષેપ કર્યો છે કે, ગુજરાતમાં ઘણા એવા નેતા છે કે જેના સગાને ભાજપે ટિકીટ આપી છે અને વડોદરામાં પણ ઝીણવટભરી રીતે જુઓ તો સગાવાદ નીકળશે
વડોદરાઃવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ના આપતાં ભાજપના પૂર્વ કોર્પોરેટર દીપક શ્રીવાસ્તવે બળવો કરી અપક્ષ તરીકે વોર્ડ નંબર 15માં ફોર્મ ભર્યું છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર દીપક શ્રીવાસ્તવ વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર છે. મધુ શ્રીવાસ્તવે પણ પુત્રને ટેકો આપીને ભાજપ સામે ખુલ્લી બગાવત કરી ને આક્ષેપ કર્યો છે કે, ગુજરાતમાં ઘણા એવા નેતા છે કે જેના સગાને ભાજપે ટિકીટ આપી છે અને વડોદરામાં પણ ઝીણવટભરી રીતે જુઓ તો સગાવાદ નીકળશે.
તેમણે કહ્યું કે, વડોદરાનાં સાંસદના ભત્રીજાને અને તેમના મોટા પપ્પાના પુત્રને ટિકિટ અપાઈ છે. આમ એક પરિવારમાં બબ્બે ટિકિટ એમને ફાળવી છે. સગાવાદનો નિયમ બનાવ્યો છે ત્યારે તેનું પાલન કરવું હોય તો બધા માટે કરવું જોઈએ પણ સગાવાદના નામે ટિકિટ કાપવાનાં બહાનાં કાઢવા ઠીક નથી.
તેમણે કહ્યું કે, મારો પુત્ર દિપક દસ વર્ષથી કોર્પોરેટર છે. ગઈ ચૂંટણીમાં સૌથી વધારે વોટ મેળવ્યા હતા. આ વખતે ભાજપે તેની ટિકિટ કાપી છે ને તેની સામે નારાજગી છે કેમ કે કે દીકરો યુવાન છે. મારો દીકરો 60 વર્ષનો થઈ ગયો હોય કે ત્રણ વખત કોર્પોરેટર રહ્યો હોય તો ઠીક છે પણ આ તો બે-બે ટર્મથી જીતે છે. મારે ભાજપ વિરૂધ્ધ નથી બોલવું પણ દુઃખ એટલા માટે થાય છે કે, વડોદરા શહેરમાં ભાજપે સગાંને ટિકિટ આપી જ છે.
મધુએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે ગુજરાતમાં સત્તા મળી છે ત્યારે ભાજપ આવા નિયમો બનાવે છે તે પાર્ટી માટે આજે નહીં તો કાલે હાનીકારક સાબિત થશે. તેમણે કહ્યું કે, મારો પુત્ર અપક્ષ જીતીને બતાવશે. કોંગ્રેસે પણ તેને લડાવવાનું નક્કી કર્યું હતું પણ તેણે અપક્ષ ઝંપલાવ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion