શોધખોળ કરો

Vadodara: વડોદરામાં જનેતા જ બની હત્યારી, બે દીકરીઓની કરી હત્યા, બાદમાં કર્યો આપઘાતનો પ્રયાસ

વડોદરાના કારેલીબાગના અક્ષતા સોસાયટીમાં માતાએ પુત્રીઓની હત્યા કરતા ચકચાર મચી ગઇ હતી

વડોદરાના કારેલીબાગના અક્ષતા સોસાયટીમાં માતાએ પુત્રીઓની હત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર શહેરના કારેલીબાગની અક્ષતા સોસાયટીમાં માતાએ બે દીકરીઓને ઝેરી દવા આપીને હત્યા કરી હતી. દીકરીઓની હત્યા કર્યા બાદ માતાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે માતાનો જીવ બચી ગયો હતો અને માતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

Vadodara: વડોદરામાં જનેતા જ બની હત્યારી, બે દીકરીઓની કરી હત્યા, બાદમાં કર્યો આપઘાતનો પ્રયાસ

કારેલીબાગ વિસ્તારમાં માતા દક્ષાબેન ચૌહાણે તેમની બે દીકરીઓને ઝેરી દવા આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યારબાદ પોતે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. મોતને ભેટનાર એક દીકરીનું નામ હની ચૌહાણ છે જે ટી.વાય.બીકોમ માં અભ્યાસ કરતી હતી. જ્યારે અન્ય દીકરીનું નામ સુહાની ચૌહાણ છે જે ધોરણ નવમાં અભ્યાસ કરતી હતી. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે આર્થિક સંકડામણને કારણે માતાએ પુત્રીઓની હત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે

ડીસીપી પન્ના મોમાયાએ આ મામલે કહ્યું હતું કે માતાએ બંને પુત્રીઓને ઝેરી દવા પીવડાવીને હત્યા કરી હતી. ઘટનાસ્થળ પરથી ઝેરી દવાઓ મળી આવી છે. આર્થિક સંકડામણના કારણે માતાએ પુત્રીઓની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. માતા દક્ષાબેન ચૌહાણ સામે કલમ 302 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્થળ પરથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. એફ.એસ.એલ ની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Crime News: વડોદરામાં 45 વર્ષના ઢગાએ 10 વર્ષની બાળકી પર બગાડી નજર

વડોદરાના વેમાલી ગામમાં એક હ્યદય હચમચાવી નાખે તેઓ બનાવ સામે આવ્યો છે. વેમાલી ગામમાં STP પ્લાન્ટમાં સુપરવિઝન કરતા 45 વર્ષીય દિનેશ ભાલીયાએ એક બાળકી સાથે શારીરિક અડપલા કરતા ચકચાર મચી જવા પામી છે. કંપની  મજૂરીકામ કરતા યુવકની 10 વર્ષની દિકરી સાથે શારીરિક અડપલા કરવાની ઘટનાથી ચારેકોર ખળભળાટ મચી જવા પામ્યો છે. આ આધેડ 10 વર્ષની બાળકીને ફોસલાવી બાથરૂમમાં લઈ ગયો હતો અને ત્યાં અડપલા કર્યા હતા.લોકોએ પોલીસને જાણ કરી દિનેશને પોલીસને હવાલે કર્યો

બાળકી બહાર આવી રડવા લાગતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. સમગ્ર ઘટના અંગે બાળકીએ પિતાને કહેતા ઘટના સામે આવી. બાળકીના પિતા અને નજીકના રહેવાસીઓને જાણ થતા દિનેશને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. લોકોએ પોલીસને જાણ કરી દિનેશને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Embed widget