હરિધામ સોખડાનો નવો વિવાદ, પ્રેમસ્વરૂપ સ્વામી સહિત 4 સંતો સામે 2 સેવકોએ ગંભીર આક્ષેપો કર્યા
Haridham Sokhada : મંદિર ખાતે છેલ્લા 4 થી 9 વર્ષ સુધી સંતોની સેવા કરતા 2 યુવકોએ તાલુકા પોલીસ મથકે પ્રેમ સ્વરૂપ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, સરલ સ્વામી, જ્ઞાન સ્વરૂપ સ્વામીના વિરુદ્ધમાં અરજી આપી છે.
VADODARA : હરિધામ સોખડાનો નવો વિવાદ સામે આવ્યો છે. પ્રેમસ્વરૂપ સ્વામી સહિત 4 સંતો સામે 2 સેવકોએ ગંભીર આક્ષેપો કર્યા છે અને પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. હરિધામ સોખડા મંદિરથી પ્રબોધ સ્વામી તેમજ અન્ય સંતો, સાધ્વી, હરિભક્તો જુદા પડ્યા બાદ આજે 22 એપ્રિલે છેલ્લા 4 થી 9 વર્ષ સુધીની સંતોની સેવામાં લાગેલા 2 સેવકોએ પ્રેમસ્વરૂપ સ્વામી સહિત 4 સંતો સામે ગંભીર આક્ષેપો લગાવતી અરજી તાલુકા પોલીસ મથકે આપતા હડકમ્પ મચી જવા પામ્યો છે.
2 સેવકોએ 4 સંતો વિરુદ્ધ કરી અરજી
સોખડા મંદિર ખાતે છેલ્લા 4 થી 9 વર્ષ સુધી સંતોની સેવા કરતા 2 યુવકોએ તાલુકા પોલીસ મથકે પ્રેમ સ્વરૂપ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, સરલ સ્વામી, જ્ઞાન સ્વરૂપ સ્વામીના વિરુદ્ધમાં અરજી આપી છે. આજે કૃતાર્થ જગદીશ સાપોવાડિયા અને અન્ય એક સેવકે તાલુકા પોલીસ સ્ટેશને પહોંચી અરજી આપ્યા બાદ પોલીસને જવાબ પણ લખાવ્યા હતા. આ બંને યુવકમાં એક યુવકે માનસિક હેરાનગતિ અને પાસપોર્ટ જપ્ત કરવાની બાબતની વિગતો લખાવી હતી તો અન્ય યુવકે સરલ સ્વામી સામે શારીરિક શોષણની ફરિયાદ કરી હતી જેને કારણે હડકમ્પ મચી જવા પામ્યો છે.
પ્રેમસ્વરૂપ સ્વામીના મહિલા સાથે સંબંધના આક્ષેપ
સંતો વિરુદ્ધ અરજી કરનાર પૈકી કૃતાર્થ સાપોવાડિયાએ કહ્યું કે 2014 થી હરિધામ માં સેવા કરતો હતો. આ સંતોએ અમારો પાસપોર્ટ જમા કરાવી લીધો છે ને માનસિક અત્યાચાર કરતા હતા. સાડાચાર વર્ષ સેવક તરીકે પ્રેમ સવરૂપસ્વામીની સેવા કરતો હતો. ઘણી સેવા યોગ્ય નહીં લાગતા મેં આ સેવા કરવાની ના પાડી હતી. આ સાથે જ કૃતાર્થ સાપોવાડિયાએ આક્ષેપ લગાવ્યાં કે સુરતની એક મહિલા સાથે પ્રેમસ્વરૂપ સ્વામીના ક્લોઝ રિલેશન હતા. તેઓ મહિલા સાથે ચેટ કરતા હતા. 3 ચેટ મેં જોઈ હતી એટલે મારી ઉપર અત્યાચાર ગુજરાત હતા.
સરલ સ્વામી પર શારીરિક શોષણનો આરોપ
તો સંતો વિરુદ્ધ અરજી કરનાર બીજા સાધક યુવકે કહ્યું કે 31 માર્ચના રોજ ફરિયાદ નોંધાવી હતી. 9 વર્ષ અને આઠ મહિના સેવા આપી છે. સરલ સ્વામીએ મારી સાથે સેક્સ્યુઅલ હેરેસમનેટ કરવાની કોશિશ કરી હતી. જે.એમ. દવે અને આસોજના લોકો દ્વારા મારી નાંખવાની કાપી નાંખવાની કોશિશ કરી હતી. તેજસ અને મારી સાથે જે કૃત્ય થયું છે તેમાં કાર્યવાહી થવી જોઈએ. હું પ્રબોધ સ્વામી સાથે હેત ધરાવતો હતો એટલે મને કાઢી મુક્યો.
સરલ સ્વામીએ કામરેજના તેજસ સાથે ત્રણ થી ચાર વખત સેક્સુઅલ હેરેસમેન્ટ કર્યું,તે મેં નજરે જોયું છે, તેને કમળો થયો હતો અને બાદમાં કમળી થઈ અને તેનું મોત થયું.
પ્રબોધ સ્વામી સહીત 220થી વધુ સાધુ-સંતોએ હરિધામ સોખડા છોડ્યું
હરિધામ સોખડા ખાતે 9 માસ પહેલા સંસ્થાના સ્થાપક હરિપ્રસાદ સ્વામી ભ્રમલીન થયા બાદ પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી ગ્રૂપ માં સમગ્ર પંથ વહેંચાઈ ગયો હતો, ગઈકાલે હાઇકોર્ટની ન્યાયિક પ્રક્રિયા બાદ પ્રબોધ સ્વામી સહિત ના 220 થી વધુ સંતો, સાધ્વી અને સાધકોએ હરિધામ સોખડાને અલવિદા કહી દીધી હતી. જોકે તે બાદ પણ હરિધામ સોખડા મંદિરનો વિવાદ ખતમ નથી થતો પણ વિવાદ વધુ વકરી રહ્યો છે.