શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોરોનાનો કહેરઃ આજે વધુ 6 કેસ સામે આવતાં આંકડો 53 થયો, અમદાવાદમાં સૌથી વધુ 18 કેસ
વડોદરામાં 66 વર્ષની વયની વ્યક્તિને કોરોના થતાં કોરોના પીડિતોની સંખ્યા વધીને 9 થઈ છે. અમદાવાદમાં સૌથી વધુ 18 કેસ નોંધાયા.
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસને કારણે હાહાકાર મચી ગયેલો છે. આજે ગુજરાતમાં નવા 6 કેસ સામે આવતાં 53 પોઝિટિસ કેસ થયા છે. ગઈકાલે સાંજે રાજકોટમાં પોઝિટિસ કેસ સામે આવ્યાં હતાં. આ છ કેસોમાં અમદાવાદમાં 3, વડોદરામાં એક, ગાંધીનગરમાં એક અને મહેસાણામાં એક કેસ સામે આવ્યો છે. કોરોનાના કારણે ગુજરાતમાં 3 લોકોનાં મોત નિપજ્યાં છે.
કોરોના વાયરસના અમદાવાદમાં 18, રાજકોટમાં 8, વડોદરામાં 9, સુરતમાં 7 અને ગાંધીનગરમાં 8 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર, મહેસાણા અને કચ્છમાં કોરોના વાયરસનો એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે. હવે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંકડો 53 થયો છે. વડોદરા જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું છે કે, વડોદરામાં 66 વર્ષની વયના વધુ એક પુરુષ કોરોના પીડિત જણાયા છે. તેની સાથે વડોદરામાં કોરોના પીડિતોની સંખ્યા વધીને 9 થઈ છે. યુકેથી આવેલા દર્દીના સંર્પકમાં આવતા કોરોના થયો છે. યુકેથી આવેલ દર્દીનો ભાઈ કોરોના પોઝિટિવ દર્દી છે. લંડનથી આવી મુંબઈ આવ્યા બાદ સતત કોરોના પોઝિટિવ પોતાના ભાઈના સંર્પકમાં હતો. પોતાના ભાઈના સંર્પકમાં આવતા કોરોના થયો છે.
ગઈ કાલે આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના વાયરસના 3 પોઝિટિવ કેસ રાજકોટમાં નોંધાયા છે. રાજકોટમાં જે ત્રણ કેસ નોંધાયા તેમાં 37 વર્ષના એક પુરુષ છે જે ચીનથી ટ્રાવેલ કરીને આવ્યા હોવાનું જણાયું છે. આ સિવાયના 2 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે જેમાં 39 વર્ષના પુરુષ અને 33 વર્ષની મહિલા છે.
ડો. જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય કર્મીઓ દ્વારા ડોર ટુ ડોર અને ટેલીફોનિક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજ સુધીમાં 3 કરોડ 98 લાખ 26 હજાર 12 નાગરિકોનું સર્વેલન્સ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સર્વેલન્સમાં ઉધરસ, તાવ, ઝાડા-ઊલટીની વિગતો તથા આંતરરાજ્ય અને આંતરદેશીય ટ્રાવેલ હિસ્ટ્રીની વિગતો લેવામાં આવે છે. દિવસ દરમિયાન કુલ 88 લોકોના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જે પૈકીના 33 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, બાકીના રિપોર્ટ પ્રક્રિયામાં છે.
કોરોના વાયરસના દર્દીઓ માટે રાજકોટની પીડીયુ હોસ્પિટલને ટેસ્ટિંગ માટે માન્યતા મળી ગઈ છે. આ સાથે હવે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર અને રાજકોટ સહિત 6 સરકારી લેબોરેટરી અને 2 ખાનગી લેબોરેટરીમાં પ્રતિદિન અંદાજે 1000 જેટલા કોરોનાના ટેસ્ટિંગ થઈ શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
રાજકોટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion