Vadodara News: બિલ્ડરની છેતરપિંડી, 40 લાખ ડુપ્લેક્ષ માટે ચૂક્વાયા છતાં 12 વર્ષ બાદ ન થયો દસ્તાવેજ, કે નથી મળ્યું પઝેશન
વડોદરામાં બિલ્ડરો દ્વારા મકાન બનાવી નાણાં પડાવ્યા બાદ દસ્તાવેજ ન કરી લોકો સાથે છેતરપિંડી કર્યાની ધટના સામે આવી છે.
Vadodara News:રાજ્યમાં બમણી જંત્રી થતા જ બિલ્ડરો મેદાને પડ્યા હતા જેમને 15 એપ્રિલ સુધીની મોહલત મળી છે પણ એ જ બિલ્ડરો હવે લોકોને છેતરી રહ્યા છે વડોદરાના ક્રિસ્ટલ ગ્રુપના બિલ્ડર મનીષ પટેલે સુંદરપુરા ખાતે બનાવેલા 43 ડુપ્લેક્સમાંથી 38 લોકોને નથી ડુપ્લેક્સ આપતા કે નથી તેના દસ્તાવેજ કરતા પ્રત્યેક ખરીદદારે 35 થી 40 લાખ ચૂકવ્યા બાદ પણ મકાન ખરીદનારાઓ પરેશાનીમાં મુકાયા છે.
વડોદરાના સુંદરપુરા ગામે ક્રિસ્ટલ ગ્રુપના બિલ્ડર મનીષ પટેલ દ્વારા દેવ દર્શન ડુપ્લેક્સના 43 ડુપ્લેશ્રનો પ્લાન છે. જેમાં 2011 માં સાઇટ ની શરૂઆત થઈ હતી અને ગ્રાહકોએ 35 થી 40 લાખ ચૂકવી પણ દીધી છે. જો કે આજે 11 વર્ષના વહાણા વહી ગયા છતાં પણ મકાન ખરીદનાર લોકોને નથી મકાન મળ્યા કે નથી દસ્તાવેજ થયો.ય 43 માંથી ફક્ત પાંચ લોકોને જ દસ્તાવેજ થયા છે અને તે ખરીદારને જ પઝેશન મળ્યું છે. બાકીના 38 લોકોને 35 થી 40 લાખ પ્રત્યેક વ્યક્તિએ ચૂકવ્યા છતાં મકાન નથી મળતાં કે નથી દસ્તાવેજ મળતાં.
હવે આખરે મકાનનું પઝેશન ન મળતા અને દસ્તાવેજો પણ ન થતાં કારણ સામે આવ્યું છે કે, બિલ્ડરે અલ્હાબાદ બેંકમાંથી ચાર કરોડ જેટલી માતબર રકમની લોન લીધી છે એવા મકાનો પર પણ લોન લેવાય છે જેમાં પહેલાથી જ ખરીદદારે લોન લઈ નાણાં ચૂકવ્યા છે. લોન લીધા બાદ બિલ્ડર બેન્ક ને નાણાં ચૂકવી રહ્યા નથી. જેને કારણે બેંકના આદેશને લઈ હાલ દસ્તાવેજ થઈ શકે તેવી સ્થિતિ નથી તેમજ પઝેશન પણ મળી શકે તેમ નથી.
આવા સંજોગોમાં જે લોકો જીવનભરની મૂડી આશરો ખરીદવા લગાવી છે તેની હાલ ખૂબજ ચિંતાજનક બની છે. હવે આ 38 લોકો મકાન ન મળતા મુસીબતમાં મુકાયા છે, બિલ્ડર મનીષ પટેલ સામે કલેક્ટર કચેરીમાં રેરામાં પોલીસમાં પણ ફરિયાદ થઈ ચૂકી છે. જો કે હજુ પણ બિલ્ડર મનીષ પટેલ લોકોને રકમ પરત નથી કરી કે નથી મકાનના દસ્તાવેજ કરી આપ્યાં. રેરામાંથી તો ઓર્ડર થવા છતાં નાણા પરત કરવામાં આવી રહ્યા નથી. આવા સમયે મકાન ખરીદનાર લોકોની રાજય સરકાર પાસે માંગ છે કે, સો ટકા જંત્રી વધતા જ આ બિલ્ડરો સરકાર સુધી પહોંચી ગયા અને રાહત મેળવી તો લોકોને પરેશાની કરી રહ્યા છે, તો આ રીતે છેતરપિંડી કરનાર બિલ્ડર સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને મકાન ખરીદનારને ન્યાય મળે.
ગુજરાત RERA ઓથોરિટીમાં છેલ્લા ઘણાં સમયથી ચેરમેન અને સભ્યની જગ્યા ખાલી હોવાથી જનતાને ભારે હાલાકી વેઠવી પડે છે. રેરા એપેલેટ ટ્રીબ્યુનલમાં પણ ત્રણ વર્ષથી ચેરમેનની જગ્યા ખાલી છે. તેના કારણે બિલ્ડર અને ગ્રાહકો વચ્ચે થતી તકરારના કિસ્સાઓમાં ગ્રાહકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. બિલ્ડરોને પ્રોજેક્ટના રેરા રજિસ્ટ્રેશન નહીં મળવાથી પ્રોજેક્ટનું માર્કેટિંગ અને વેચાણ પણ કરી શકતા નથી. આમ ગ્રાહકો અને બિલ્ડરો બંનેની મુશ્કેલી વધી છે. લોકોની માગ છે કે સરકાર રેરા ઓથોરિટીમાં સત્વરે ચેરમેન અને સભ્યની નિમણૂક કરે.