PM Modi Gujarat Visit Live: એરક્રાફટ મામલે આપણે દુનિયાના ટોપ 3 દેશોમાં શામિલ થઈશું- પીએમ મોદી
PM Modi Gujarat Visit: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવી રહ્યા છે.
LIVE

Background
આજના આયોજનમાં વિશ્વ માટે પણ સંદેશ
ઇસ ઓફ ડુંઇંગ માં ભારત આગળ વધી રહ્યું છે. આ વિમાનો સેનાને તાકાત આપશે જ સાથે એર ક્રાફટને પણ વહન કરશે. શિક્ષા અને સંસ્કૃતિ માટે જાણીતું વડોદરા એવિએશન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઓળખાણ બનાવશે. ભારત પહેલા વિમાનના નાના મોટા પાર્ટ્સ મંગાવતું હતું. આ પ્રોજેકટ સાથે ભારતના 100થી વધુ એમ.એસ.એમ.ઇ કંપનીઓ જોડાઈ છે. આ ધરતી થી મેડ ઇન ઇન્ડિયા,મેક ધ ગ્લોબ બનશે. એર ક્રાફટ મામલે આપણે દુનિયાના ટોપ 3 દેશોમાં શામિલ થઈશું. આવનાર 10-15 વર્ષોમાં ભારતને 2000 થી વધુ એર કાર્ગો અને પેસેન્જર બસની જરૂર પડશે. જેની ભારત હમણાંથી જ તૈયારીઓ કરી રહ્યું છે. આજના આયોજનમાં વિશ્વ માટે પણ સંદેશ છે. આજે ભારત દુનિયા માટે સુવર્ણ તક લઈને આવ્યું છે. ભારત સપ્લાય ચેનમાં વિઘ્ન હોવા છતાં સફળ રહ્યું. ભારત પાસે ટેલેન્ટેડ મેન પાવર મોટી સંખ્યામાં છે. આ વિમાનો સેનાને તાકાત આપશે જ સાથે એરક્રાફ ને પણ વહન કરશે. શિક્ષા અને સંસ્કૃતિ માટે જાણીતું વડોદરા એવિએશન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઓળખાણ બનાવશે.
વડોદરા એવિએશન ક્ષેત્રમાં પોતાની પહેચાન બનાવશે
પીએમ મોદીએ કહ્યું કે, દિવાળી દેવ દિવાળી સુધી ચાલે છે. ત્યારે વડોદરાને અનોખી ભેટ મળી છે. હું દિવાળી પછી પહેલીવાર આવ્યો છું. ભારત ટ્રાન્સપોર્ટ હબનું પણ સૌથી મોટું હબ બનશે. દેશના ડિફેન્સ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સેનાની તાકાત વધારશે. વડોદરા એવિએશન ક્ષેત્રમાં પોતાની પહેચાન બનાવશે. પહેલીવાર મિલેટરી ટ્રાન્સપોર્ટમાં આગળ વધશે. 100થી વધુ એમ.એસ.એમ.ઇનો ધંધો વધશે. આગામી 10, 15 વર્ષ માં 2000 થી વધુ પેસેન્જર અને ટ્રાન્સપોર્ટ કાર્ગોની જરૂર પડશે.
આજનું આયોજન પણ મહત્વ પૂર્ણ આયોજન ની રીતે જોડાયું છે.
આજનું આયોજન વિશ્વ માટે સંદેશ- પીએમ મોદી
આ પ્રોજેક્ટથી ભારતની 100 એમએસએમઈ પણ જોડાશે. આગામી 4-5 વર્ષમાં નવા હવાઈ સફરના યાત્રીઓ આવશે. આજનું આયોજન આ દિશામાં મહત્વનું પગલું અને વિશ્વ માટે સંદેશ છે.
ફાર્મા અને મેડિકલ ક્ષેત્રે પણ દુનિયામાં ભારત અવ્વલઃ મોદી
પીએમ મોદીએ કહ્યું, ભારત ફાર્મા અને મેડિકલ ક્ષેત્રે પણ દુનિયામાં અવ્વલ છે. તમામ ઔદ્યોગિક ઉત્પાદનના ક્ષેત્રમાં ભારત અગ્રેસર છે.
ફાર્મા અને મેડિકલ ક્ષેત્રે પણ દુનિયામાં ભારત અવ્વલઃ મોદી
પીએમ મોદીએ કહ્યું, ભારત ફાર્મા અને મેડિકલ ક્ષેત્રે પણ દુનિયામાં અવ્વલ છે. તમામ ઔદ્યોગિક ઉત્પાદનના ક્ષેત્રમાં ભારત અગ્રેસર છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
