શોધખોળ કરો

Arvind Kejriwal Gujarat Visit: અરવિંદ કેજરીવાલના રોડ શો પહેલા વડોદરામાં તોડફોડ, પોલીસનો કાફલો ઘટના સ્થળે

Vadodara: આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલના આગમનને લઈને વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.

Vadodara: આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલના આગમનને લઈને વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. આજે વડોદરામાં રોડ શોના રુટ પર તોડફોડ કરવામાં આવી છે. આ ઉપરાંત મોદી મોદીના નારા લાગ્યા હતા. જો કે પરિસ્થિતિ વધુ વણશે તે પહેલા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હાલમાં વડોદરાના રાજમહેલ રોડ પર વાતાવરણ તંગ બની ગયું છે.

કેજરીવાલના રોડ શો પહેલા ભાજપ-આપના કાર્યકરો વચ્ચે બબાલ

વડોદરામાં કેજરીવાલના રોડ શો અગાઉ બબાલ થઈ છે. રાજમહેલ રોડ ખાતે ભાજપ અને આપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. નવરાત્રીના બેનરો પર આપના બેનર લગાવવાનો વિરોધ કરાયો હતો. હિન્દૂ દેવી દેવતાઓના અપમાન કરનારને રોડ શો નહીં કરવા દેવાય તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ભાજપના પૂર્વ નગરસેવક નીતિન પટેલ અને સ્થાનિકોએ ચિમકી આપી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. 

નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ વ્યકત કરી આશંકા . એરપોર્ટ અને સભાસ્થળે કેજરીવાલના વિરોધનો ભાજપે તખ્તો ગોઠવ્યો હોવાનો ગોપાલ ઇટાલિયાનો આરોપ. આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ભાજપ ને ડર હોવાનો ગોપાલ ઇટાલિયાનો આરોપ. ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરી લગાવ્યો આરોપ.

કેજરીવાલ-માનના રોડ શો પહેલા શહેરમાં લાગ્યા વિરોધી પોસ્ટર

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. જોકે, તેમના ગુજરાત પ્રવાસ પહેલા જ પોસ્ટર વોર છેડાયું છે. ગુજરાતમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર, સુરત અને અમદાવાદ સહિત અનેક જગ્યાએ આમ આદમી પાર્ટી વિરુદ્ધના પોસ્ટર લાગ્યા છે. આજે કેજરીવાલ અને ભગવંત માનની શહેરમાં રેલી યોજાશે. જોકે આપના દિલ્હી સરકારના કેબિનેટ મંત્રીએ હિન્દૂ ધર્મના દેવી દેવતાઓની પૂજા નહીં કરવા લોકોને શપથ લેવડાવતા વિવાદ થયો હતો. શહેરમાં સુરસાગર, ગાંધીનગર ગૃહ, અમિત નગર ચાર રસ્તા સહિત ની જગ્યાએ પોસ્ટર લાગ્યા છે.  પોસ્ટર કોણે લગાવ્યા તે સવાલ ઉભો થયો છે.

વડોદરામાં આજે આપની તિરંગા યાત્રા યોજાશે. આપના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલ અને પંજાબ ના મુખ્ય મંત્રી ભગવત માન પણ જોડાશે. આપ પાર્ટી દ્વારા સાંજે 4 કલાકે ભગતસિંહ ચોક ખાતેથી યાત્રાની કરશે શરૂઆત. વડોદરાની 5 એ વિધાનસભામાંથી કાર્યકરો જોડાશે. 

સુરત : AAP નેતા રાજેન્દ્ર પાલના વાયરલ વિડીયો બાદ રાજકારણ ગરમાયું છે. સુરતમાં અરવિંદ કેજરીવાલ હિન્દુ વિરોધી હોવાના લાગ્યા પોસ્ટરો. સિટી વિસ્તારમાં લગાવામાં આવ્યા બેનરો. અરવિંદ કેજરીવાલના ફોટો સાથે મોટા પોસ્ટરો લગાવામાં આવ્યા છે. રાજકોટમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લાગ્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને મુસ્લિમ ટોપી પહેરાવી બેનરમાં ફોટો છાપ્યો છે. ગઈ કાલે દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલનો ધર્માંતરણનો વીડિયો વાયરલ થયો હતો. કેજરીવાલના ફોટા સાથેના બેનરમાં ''હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહિ'' તેવું લખવામાં આવ્યું. આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર તેવું બેનરમાં લખવામાં આવ્યું. રાજકોટમાં ચૂંટણી પહેલાં બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ. ગાંધીનગરમાં કેજરીવાલ વિરુદ્ધના બેનરો લાગ્યા છે. સરગાસણ ચોકડી પાસે લાગ્યા બેનર. હિન્દુ હિત રક્ષક સમિતિએ હું હિન્દુ ધર્મને પાગલપન માનું છુંના લગાવ્યા બેનર. ગાંધીનગરથી અમદાવાદ જતા માર્ગ પર હિન્દુ હિત રક્ષક સમિતિ લગાવ્યા બેનર.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget