શોધખોળ કરો

Rahul Gandhi Defamation Case: રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ કરવા મુદ્દે ભરતસિંહ સોલંકીએ શું કહ્યું ?

ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, દેશ દુનિયામાં ચિંતાના વિષયની વાત છે, દેશમાં જે પ્રકારે સાશન ચાલે છે તે જોતા લોકશાહી પર ખતરો થઈ રહ્યો છે.

Rahul Gandhi:  રાહુલ ગાંધીને સુરત કોર્ટે 2 વર્ષ ની સજા ફટકાર્યા બાદ સાંસદ પદ રદ કરવામાં આવ્યું છે. જેને લઈ આજે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિરોધ પક્ષના નેતા અમી રાવત, પૂર્વ સાંસદ સત્યજિત ગાયકવાડ, નેતા ચંદ્રકાન્ત શ્રીવાત્સવ, પ્રશાંત પટેલ હાજર રહ્યા હતા.

શું કહ્યું ભરતસિંહ સોલંકીએ

ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું,  દેશ દુનિયામાં ચિંતાના વિષયની વાત છે, દેશમાં જે પ્રકારે સાશન ચાલે છે તે જોતા લોકશાહી પર ખતરો થઈ રહ્યો છે. બંધારણ રહેશે કે નહીં ? કન્યા કુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી એ યાત્રા કરી.  એક વ્યક્તિ પર અમદાવાદ, સુરત સહિતની જગ્યાએ ફરિયાદો કરવામાં આવી. રાહુલએ અદાણી-મોદીની મિલીભગતની વાત કરી. જો રાહુલ ખોટા હોય તો તમે સંસદમાં વાત કરો, દેશને ગુલામ બનાવનાર અંગ્રેજો સામે લડત શરૂ થઈ હતી. કર્ણાટકમાં રાહુલના ભાષણ સામે પુર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી. ન્યાયિક ઝડપી પ્રક્રિયા શા માટે કરાઈ, કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરાઈ છે, યુપીમાં હાને ભાળી જનારે ખેડૂતોના 3 કાળા કાયદા પાછા ખેંચ્યા. રાહુલે ચાઈનાની વાત કરી, ભારતની જમીન પચાવી લેવાની પેરવી કરનાર ચાઈનાની વાત કરી હતી, અદાણી ને સહાય કરવી વ્યાજબી છે ? રાહુલ એ વિદેશમાં કેમ વાત કરી ...આ સવાલ ઉભા કરાયા. સોનિયા ગાંધીએ 2 - 2 વાર પ્રધાનમંત્રી બનવાની તક ને પણ જતી કરી હતી. હું ખાતરી થી કહું છું કે આગામી ચૂંટણીમાં કર્ણાટકની જનતા ભાજપને જાકારો આપશે.

અમિત ચાવડાએ શું કહ્યું

રાહુલ ગાંધીનું સભયપદ રદ્દ થવા મામલે અમિત ચાવડાએ કહ્યું, ભાજપ ફરી અંગ્રેજોનું શાશન સ્થાપિત કરવા માંગે છે. લોકશાહી ખતમ કરીને તાનાશાહી થઇ રહી છે, સરકાર સામે કોઈ બોલી ન શકે, તમામનો અવાજ સરકાર દબાવી રહી છે. જ્યાં સરકાર તરફથી અન્યાય થશે ત્યાં કોંગ્રેસ અવાજ ઉઠાવશે, અદાણી અંગે પૂછેલા સવાલોના જવાબ ન મળ્યા, પ્રશ્નોના જવાબ આપવાના બદલે અવાજ દબાવમાં આવે છે. અલગ અલગ રાજ્યમાં ખોટા કેસો ઉભા કરવામાં આવ્યા.

શું છે મામલો

તા.13-4-2019માં કર્ણાટકના બેંગ્લોરથી 100 કિલોમીટર દૂર કોલાર ખાતે લોકસભાની ચૂંટણી દરમિયાન તત્કાલીન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોઢવણિક સમાજને મુદ્દે આપત્તિજનક નિવેદનો કર્યા હતાં. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના આર્થિક ગુનેગારો નિરવ મોદી,લલિત મોદી,મેહુલ ચોક્સીતથા વિજય માલ્યા સાથે તુલના કરી. હતી. વધુમાં જાહેર જનતાને બધા જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે એવો સવાલ કર્યો હતો. જેથી વ્યથિત થઇ સુરતના મોઢવણિક સમાજના અગ્રણી તથા સુરત શહેર પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની સીજીએમ કોર્ટમાં આરોપી રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષી અંગે ફરિયાદ કરી હતી. ચાર વર્ષથી ચાલતી કેસ કાર્યવાહીનો આજે તા.23 માર્ચે ચુકાદો આપ્યો હતો. બંને પક્ષોની દલીલોની સુનાવણી બાદ કોર્ટે આરોપી રાહુલ ગાંધીને ઈપીકો-499,500માં દોષી જાહેર કરી બે વર્ષની કેદની સજા ફટકારી હતી. જેથી નીચલી કોર્ટના હુકમથી નારાજ થઈ તેની કાયદેસરતાને સુરતની સેશન્સ કોર્ટમાં અપીલના 30 દિવસના સમયગાળા પૂરતી સજાનો હુકમ સ્થગિત કરવા આરોપીએ માંગ કરી જામીનની માંગ કરતા કોર્ટે રાહુલ ગાધીને શરતી જામીન મુક્ત કર્યા હતાં

રાહુલ ગાંધી વિરુધ્ધ માનહાનિ કેસનો ઘટના ક્રમ

  • રાહુલ ગાંધીએ કર્ણાટક કોલારમાં નિવેદન આપ્યું તા.13-4-2019
  • ફરીયાદી  પુર્ણેશ મોદીએ સુરત સીજીએમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી તા. 15-4-2019 રાહુલ ગાંધીને સુરત સીજીએમ કોર્ટનું સમન્સ મોકલાયું તા.7-6-2019
  • રાહુલ ગાંધી પહેલીવાર સુરત કોર્ટમાં હાજર થયા તા.16-7-2019
  • આરોપી રાહુલ ગાંધી ફર્ધર સ્ટેટમેન્ટ માટે બીજીવાર કોર્ટમાં હાજર થયા તા.29-10-2021
  • સુરત સીજીએમ કોર્ટના તા.23-3-2023ના રોજના ચુકાદા વખતે રાહુલ ગાંધી આજે ત્રીજીવાર કોર્ટમાં હાજર રહ્યા
  • સુરત કોર્ટમાં માનહાનિની ફરિયાદથી માંડીને કેસનો નિકાલ થયાનો સમય ગાળો-3 વર્ષ 11 માસ 8 દિવસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget