વડોદરામાં કોંગ્રેસને ઝટકો, સિનિયર એડવોકેટ કમલ પંડ્યાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
Kamal Pandya resigns from Congress : સિનિયર એડવોકેટ કમલ પંડ્યાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાના બે કારણો આપ્યાં છે.
Vadodara : વડોદરામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. સિનિયર એડવોકેટ કમલ પંડ્યાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. સિનિયર એડવોકેટ કમલ પંડ્યાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાના બે કારણો આપ્યાં છે.
પ્રથમ કારણ
જ્યારે 2019 ની લોકસભાની ચૂંટણી હતી અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિની કચેરીમાં શહેર કોંગ્રેસના આગેવાનો સાથે ચાલતી મિટિંગમાં કમલ પંડ્યા ઊભા થઇને વક્તવ્ય આપી રહ્યા હતા કે તન મન ધનથી કોંગ્રેસના ઉમેદવારને તમામ મદદ કરજો એમ કહેલું. ત્યારે ગુણવંત પરમાર એકાએક ગુસ્સે થઈ રીક્ષાનું ભાડું 65 રૂપિયા થયું છે કોણ આપશે? એવો સવાલ કરીને કમલભાઈ કમલ પંડ્યાને લાફો મારવા ધસી ગયેલા, ત્યારે એડવોકેટ કમલ પંડયાએ ગુણવંત પરમાર સામે શિસ્તભંગના પગલાંની માગણી કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, લીગલ ચેરમેન એડવોકેટ યોગેશ રવાણી પાસે કરી રાજીનામું આપેલ. જેના આજ ત્રણ વર્ષ સુધી શિસ્તભંગના પગલાં નહિ લેવાતા આજે આ હોદ્દો સ્વીકારેલો નથી.
બીજું કારણ
બીજા કારણમાં કમલ પંડ્યાના ઘરની બહાર રસ્તો બંધ થઇ જાય એવી રીતે દબાણ સાથે એક બહુમાળી ઇમારત બની રહી હતી, જેમાં રસ્તો બંધ થવા અંગેની તે વખતના વિપક્ષ નેતા શહેર પ્રમુખ મૌલીન વૈષ્ણવનીની સમક્ષ રજૂઆત કરી હતી, છતાં પણ કોઈ પગલા ન લીધા જેથી નારાજ થઈ આ રાજીનામું આપવાનું બીજું કારણ ગણાવેલ છે.
પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાયા
વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાયા છે. મગરવાડા ખાતે ભાજપના વિશ્વાસ સંમેલનમાં મણિલાલ વાઘેલા જોડાયા છે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા છે. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ અને ભાજપ આગેવાનોની હાજરીમાં મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાયા છે.
જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી સહિત અનેક આગેવાનો AAPમાં જોડાયા
ગુજરાતમાં પક્ષ પલટાની સિઝન ચાલી રહી છે ત્યારે આજે કોગ્રેસ ઝટકો લાગ્યો છેય કોંગ્રેસના અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી ગોવિંદભાઈ પટેલ તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓ ઈસુદાન ગઢવી અને અમદાવાદ શહેર પ્રમુખ જે.જે મેવાડાની ઉપસ્થિતિમાં આપમાં જોડાયા છે.