(Source: ECI/ABP News/ABP Majha)
વડોદરામાં ભાજપ નેતાના ઘરે પથ્થરમારો કરવામાં આવતા રાજકારણ ગરમાયું
ભાજપ નેતાના ઘરે મોડી રાત્રે અસામાજિક તત્વોએ પથ્થરમારો કરતા રાજકારણ ગરમાયું છે. વોર્ડ નંબર 12ના ભાજપ પ્રમુખ રાજુ ઠક્કરના ઘરે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારમાં ગાડીના કાચ તૂટી ગયા છે,
વડોદરા: સંસ્કારીનગરીમાં ભાજપ નેતાના ઘરે મોડી રાત્રે અસામાજિક તત્વોએ પથ્થરમારો કરતા રાજકારણ ગરમાયું છે. વોર્ડ નંબર 12ના ભાજપ પ્રમુખ રાજુ ઠક્કરના ઘરે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારમાં રાજુભાઈની ગાડીના કાચ તૂટી ગયા છે, આ ઉપરાંત ઘરની બાલ્કનીના કાચ પણ પથ્થર મારીને તોડી નાખવામાં આવ્યા છે. અટલાદરા માધવનગરમાં અસામાજિક તત્ત્વોને ડામવાનો પ્રયાસ કરતાં ભાજપ નેતાના ઘર પર હુમલો કર્યાની આશંકા છે. માધવનગરમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ દારૂનો ધંધો પણ કરતાં હોવાનો આરોપ છે. જેની ભાજપ નેતા રાજુ ઠક્કરે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પથ્થરમારાની ઘટના બાદ સોસાયટીના લોકોમાં ભયનો માહોલ છે.
ભાજપમાં જોડાતા જ આ નેતાએ દારુને લઈને આપ્યું વિવાદિત નિવેદન
ગાંધીનગર: પૂર્વ મંત્રી ખુમાનસિંહ આજે કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે. જો કે ભાજપમાં જોડાતા જ તેમણે વિવાદિત નિવેદન આપ્યું છે. ભાજપમાં જોડાયેલા પૂર્વ મંત્રી ખુમાનસિંહે કહ્યું કે, મારુ વ્યક્તિગત રીતે આજે પણ માનવું છે કે ગુજરાતમાં દારૂબંધી હટાવી લેવી જોઈએ. આ અગાઉ ખુમાનસિંહે ગુજરાતમાં ખરાબ દારૂ મળે છે તેવી રજુઆત કરીને દારૂબંધી હટાવી લેવા માટેની રજુઆત કરી હતી. ખુમાનસિંહના આ નિવેદન બાદ હવે રાજકારણ ગરમાયું છે અને વિપક્ષી પાર્ટીઓના નેતાઓ ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
અમિત શાહનો દીકરો BCCIનો તાનાશાહ બની બેઠો છે
Subramanian Swamy on IPL 2022: બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy)એ IPL 2022માં ગોટાળા થયાનો આરોપ લગાવ્યો છે. તેને આ મામલાની તપાસ કરવાની માંગ કરી છે. નેતાના ટ્વીટ બાદ સોશ્યલ મીડિયા પર કેટલાય યૂઝર્સ IPL 2022ના પરિણામો પર સવાલો ઉઠાવવા લાગ્યા છે. કેટલાક યૂઝર્સ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાના સંજૂ સેમસનના નિર્ણયને પણ કંઇક ગોટાળા સાથે જોડી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટાઇટન્સની ટીમે આઇપીએલ 2022નો ખિતાબ જીત્યો છે, આ ખિતાબ જીત્યા બાદ વિવાદો શરૂ થઇ ગયા છે.
સુબ્રમણ્યમ સ્વામીએ શું લખ્યું-
સુબ્રમણ્યમ સ્વામીએ (Subramanian Swamy) લખ્યું- ઇન્ટેલિજન્સ એજન્સીઓનુ માનવુ છે કે IPL ના પરિણામોમાં ધાંધીયા - ગોટાળો થયો છે. આ વાતને સ્પષ્ટ કરવા માટે તપાસ થવી જોઇએ. આ માટે જનહિત અરજી દાખલ કરવાની જરૂર છે. હવે કેમ કે સરકાર તો આ અરજી દાખલ નહીં કરે કેમ કે અમિત શાહની દીકરો બીસીસીઆઇનો તાનાશાહ બની બેઠો છે. ઉલ્લેખનીય છે કે તમામ પૂર્વાનુમાનોની ઉલટ ગુજરાત ટાઇટન્સે IPL ટ્રૉફી જીતી. મેગા ઓક્શન બાદ જ્યારે IPLની તમામ 10 ટીમોની સ્ક્વૉડની તસવીર સ્પષ્ટ થઇ હતી તો કોઇપણ ગુજરાતની જીતનો દાવો ન હતો કર્યો, આ પરંતુ આ ટીમે શરૂઆતથી દમદાર રમત બતાવી, ગુજરાતની ટીમે સૌથી પહેલા પ્લેઓફમાં જગ્યા બનાવી અને બાદમાં ફાઇનલમાં એકતરફી જીત મેળવીને આઇપીએલ ટ્રૉફી કબજે કરી લીધી.