શોધખોળ કરો

Vadodara: નર્મદા નદીમાં ડૂબ્યા બે માછીમાર, 20 કિમી દૂરથી મળ્યા મૃતદેહ

વડોદરા: કરજણ તાલુકાના લીલોડ ગામના બે માછીમારો નર્મદા નદીમાં નાવડી (ડોલચી) લઈને માછલી પકડવા ગયા હતા. માછલી પકડવા ગયેલા બંને માછીમારો પરત પોતાને ઘરે ન પહોંચતા પરિવારજનોએ નર્મદા નદીમાં શોધખોળ કરી હતી.

વડોદરા: કરજણ તાલુકાના લીલોડ ગામના બે માછીમારો નર્મદા નદીમાં નાવડી (ડોલચી) લઈને માછલી પકડવા ગયા હતા. માછલી પકડવા ગયેલા બંને માછીમારો પરત પોતાને ઘરે ન પહોંચતા પરિવારજનોએ નર્મદા નદીમાં શોધખોળ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી નહીં. ત્યાર બાદ પરિવારજનોએ કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તેમજ કરજણ ધારાસભ્યને પણ જાણ કરી હતી. 

કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ દ્રારા કરજણ SDM પ્રાંતને જાણ કરાતા કરજણ SDM એ વડોદરા ફાયર વિભાગને જાણ કરી હતી અને ત્યાર બાદ વડોદરા ફાયર વિભાગ દોડી આવ્યું હતું.  વડોદરા ફાયર વિભાગની બે બોટ તેમજ સ્થાનિક માછીમારોની બે બોટ આમ ચાર બોટ થકી ગઈકાલે આખા દિવસ દરમિયાન 8 થી 10 કલાક નર્મદા નદીમાં ગુમ થયેલા બંને માછીમારોને ચાલુ વરસાદે શોધખોળ આરંભી હતી પરંતુ રાત સુધી કોઈ ભાળ માળી નહોતી. જેથી વડોદરા ફાયર વિભાગને પરત જવું પડ્યું હતું.

જો કે આજે સવારે માછીમારોને મૃતદેહ મળી આવ્યા છે. એકનો મૃતદેહ કરજણના લીલોડ ગામેથી 10 કિલોમીટરના અંતરે  જ્યારે બીજા માછીમારનો મૃતદેહ 20 કિલોમીટરના અંતરેથી માળી આવ્યો છે. ગઈકાલે સરદાર સરોવરમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધારે હતો તેમાં આ બંને આછીમારોના મૃતદેહની હાલત જોતા સ્થળ પર PM કરાવી ત્યાં જ અંતિમ વિધિ કરાય તેવી શકયતા છે.

રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં આજે ફરી મેઘમહેર થઈ છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. હવામાન વિભાગે  આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ વરસશે. ગુજરાતમાં  15 અને 16 ઓગસ્ટના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.   નજર કરીએ ક્યાં દિવસે કયા જિલ્લામાં વરસશે ધોધમાર વરસાદ તો 15 ઓગસ્ટના બનાસકાંઠા, સાબરકાંઠા અને વલસાડમાં વરસાદની શક્યતા છે.  16 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, નવસારી અને વલસાડમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.  હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી દરિયો તોફાની રહેશે.  આથી માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

મહેસાણા જિલ્લામાં ફરી મેઘમહેર થઈ છે. શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે.  સાર્વત્રિક ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. શહેરમાં થોડા જ વરસાદે પ્રશાસનની પ્રિમોન્સૂનની પોલ ખોલી છે.  મહેસાણાનો મુખ્ય પ્રવેશ દ્વાર ગોપીનાળુ વરસાદી પાણીથી ભરાઈ જતા બંધ કરાયું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Embed widget