શોધખોળ કરો

Vadodara : દિવાળીની રાતે ફટાકડા ફોડવા બાબતે બે જુથ વચ્ચે બબાલ, DCP પર પેટ્રોલ બોમ્બ ઝીંકાયો

દિવાળીની રાતે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે જોરદાર પથ્થરમારો થયો હતો. જેમાં પોલીસ અધિકારી પર પણ પેટ્રોલ બોમ્બ ફેંકાયો હતો.

Vadodara : દિવાળીની રાતે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે જોરદાર પથ્થરમારો થયો હતો. જેમાં પોલીસ અધિકારી પર પણ પેટ્રોલ બોમ્બ ફેંકાયો હતો. રાત્રે 1 વાગ્યા આસપાસ પાણીગેટ વિસ્તારમાં અચાનક સ્ટ્રીટ લાઇટ બંધ થઇ ગઇ હતી. ત્યાર બાદ પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. બે જૂથ વચ્ચે થયેલા પથ્થરમારામાં રોડ સાઇડમાં પાર્ક કરેલા વાહનોને આગચંપી કરાી હતી. જેથી પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

તોફાનને કાબૂમાં લેવી પોલીસ પહોંચી ત્યારે DCP ઝોન-3 યશપાલ જગાણીયા પર પોળના એક મકાનમાંથી પેટ્રોલ બોમ્બ ફેંકાયો હતો. જો કે, તેમાં તેમનો બચાવ થયો હતો. 

પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં થયેલી ધમાલ મામલે ડીસીપી જસપાલ જગાણિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, દિવાળીને કારણે આમને સામને ફટાકડા ફોડવા અને રોકેટ છોડવા મામલે બબાલ થઈ હતી. સીસીટીવીમાં દેખાયેલા બંને જૂથના 19 લોકોની અટકાયત કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ પોલીસે કબજે કર્યા છે. 

મોડી રાત્રે 2 જૂથ વચ્ચે પથ્થર મારા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ એ વિસ્તાર ના સીસી ટીવી ફૂટેજ મેળવ્યા હતા. પેટ્રોલ બૉમ્બ ફેંકાયા હોવાની માહિતી પણ સામે આવી છે. લાઈટ બંધ કરાયા બાદ પથ્થર મારો શરૂ થયો હતો. હાલ જનજીવન સામાન્ય છે. પોલીસ સુરક્ષા ગોઠવાઈ. પાણીગેટના અતિ સંવેદનસીલ વિસ્તારમાં ધમાલથી વાતાવરણ તંગ બન્યું છે. લારીઓ, બાઇક સડગાવાયા છે. 

Bhavnagar : દિવાળીના દિવસે જ પતિએ પત્નીની છરીના ઘા મારીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો

ભાવનગરઃ ભાવનગર શહેરના ઇન્દિરા નગર વિસ્તારમાં ખૂદ પતિએ જ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે.  દિવાળીના પર્વ પર તીક્ષણ હથિયાર વડે પત્નીની હત્યા કરવામાં આવી છે અન્ય બે લોકો મહિલાને બચાવવા જતા ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.   હત્યાના બનાવને લઈ ડી.ડિવિઝન પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના ઈન્દિરાનગરમાં સામાન્ય બાબતે બોલાચાલી કરી પતિએ  પત્ની પર છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંકી હતી. બે લોકો પણ ઈજાગ્રસ્ત થતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે.  હિંમતભાઈ દાનાભાઈ જોગદીયા અને તેમના પત્ની દીપુબેન વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. વાતવાતમાં ઝઘડાે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હિંમતભાઈએ પોતાના પાસે રહેલી છરી વડે પત્ની દીપુબેન પર અને અન્ય બે વ્યકિત પર હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર ઈજા થતા દીપુબેનનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે સર.ટી.હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
Embed widget