શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Accident: ડભોઇના કરનાળી કુબેર ભંડારીના દર્શન પરત ફરી રહેલ મિત્રોને ધરમપુરી નજીક નડ્યો અકસ્માત, એકનું મોત

Vadodara Accident: ડભોઇ પોલીસે મૃતદેહ પી.એમ અર્થે મોકલી આપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે ઇજાગ્રસ્ત કાર ચાલકને વડોદરા સારવાર અર્થે ખસેડાયો હતો.

Vadodara Accident News: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. વડોદરાના ડભોઇમાં કરનાળી કુબેર ભંડારી દર્શન પરત ફરી રહેલ મિત્રોને ધરમપુરી નજીક અકસ્માત નડ્યો હતો. સ્કોર્પિયો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સાઈડમાં ઉભેલી હાઇવા ટ્રક સાથે અથડાઈ હતી. બનાવમાં ડભોઇ ઝારોલા વાગા વિસ્તારમાં રહેતી કેયુરી રાજુભાઈ ધોબીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જયારે કાર ચાલકને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ડભોઇ પોલીસે મૃતદેહ પી.એમ અર્થે મોકલી આપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે ઇજાગ્રસ્ત કાર ચાલકને વડોદરા સારવાર અર્થે ખસેડાયો હતો.

સયાજીગંજ વિસ્તારના હોટલમાં રોકાયેલા અમદાવાદના યુવાને હોટલની રૂમની બારી પર દોરડા વડે લટકી જઇ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવાને  અંતિમ ચિઠ્ઠીમાં આવું પગલું ભરવા બદલ માતા - પિતાની માફી માંગી પોતાના માથે કોઇ દેવું નહીં હોવાનું જણાવ્યું હતું. અમદાવાદ સરદાર નગર રમેશ દત્ત કોલોનીમાં રહેતા હેમંત નારાયણપુરી ગોસ્વામી (ઉં.વ.39 ત્રણ દિવસ પહેલા  સયાજીગંજ અપ્સરા હોટલના રૂમ નંબર - 7 માં રોકાયો હતો. સવારે રૂમ સર્વિસ બોય આવ્યો હતો. તેણે બારણું ખખડાવ્યું  પણ હેમંતે દરવાજો ખોલ્યો નહતો. રૂમ સર્વિસ બોયને લાગ્યું કે, હેમંત મોડી રાત સુધી જાગતો હતો. જેથી, તે ઊંઘતો  હશે.  હેમંતને ડિસ્ટર્બ નહીં કરવાનું વિચારી તે જતો રહ્યો હતો. પરંતુ, સાંજ સુધી રૂમમાંથી કોઇ હિલચાલ નહીં  જણાતા હોટલના સ્ટાફે બારીમાંથી જોયું તો  હેમંતે રૂમની બારીના સળિયા સાથે દોરડું બાંધીને ફાંસો  ખાઇ લીધો હતો. જે અંગે સયાજીગંજ પોલીસને જાણ કરવામાં આવી હતી.

Accident: ડભોઇના કરનાળી કુબેર ભંડારીના દર્શન પરત ફરી રહેલ મિત્રોને ધરમપુરી નજીક નડ્યો અકસ્માત, એકનું મોત

સયાજીગંજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.વી. પાટિલે સ્થળ પર જઇને તપાસ હાથ ધરતા હેમંતના પેન્ટના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેણે પત્ની, પુત્રના નામ અને નંબર લખ્યા હતા.તેણે આવું પગલું ભરવા બદલ માતા - પિતાની માફી માંગી હતી. તેણે લખ્યું હતું કે, મારા પર કોઇ દેવું નથી. આ પગલું ભરવા પાછળ કોઇનો હાથ નથી. મને માફ કરજો. તેણે પોતાના પરિવારના તમામ સભ્યોના નામ અને નંબરો લખ્યા હતા. જેના આધારે પોલીસે તેના પરિવારનો સંપર્ક કરતા તેઓ વડોદરા આવી  પહોંચ્યા હતા. પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે,  હેમંત પાસે છેલ્લા કેટલાક સમયથી કોઇ કામ ધંધો નહતો.પરંતુ, તેને આર્થિક સંકડામણ પણ નહતી.  આવું પગલું તેણે કેમ ભર્યુ તે જાણી શકાયું નથી. પરંતુ, બેકારીના કારણે તેણે આ પગલું ભર્યુ હોવાની શક્યતાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરા કચડી નાખશેRajkot News: રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા ભવ્ય વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશેSurat News: સુરતનું નકલી આરસી બુકનું કૌભાંડ, એજન્ટ સહિત વધુ 2 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
Embed widget