શોધખોળ કરો
Advertisement
વડોદરામાં ભાજપના ટોચના નેતાની દાદાગીરી, વાલીઓ પાસે ફીની ઉઘરાણી ને ફી ના ભરાતાં ઓનલાઈન શિક્ષણ બંધ, કોણ છે આ નેતા ?
વાલીઓ ફી નથી ભરતા એટલે ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું છે. સ્કૂલના 100થી વધુ શિક્ષકોને છુટા કર્યા છે.
વડોદરાઃ પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા દલસુખ પ્રજાપતિની સ્કૂલ સ્કુલ સી કે પ્રજાપતિએ ઓન લાઈન શિક્ષણ બંધ કરી દીધં છે. વાલીઓ ફી નથી ભરતા એટલે ઓનલાઇન શિક્ષણ બંધ કરી દીધું છે. સ્કુલના ટ્રસ્ટીએ ડીઈઓને પત્ર લખી આ અંગે ખુલાસો આપ્યો છે. વાલીઓ ફી ભરશે તો જ 1 ઓગસ્ટથી ઓનલાઈન શિક્ષણ શરુ કરીશુ.
ભાજપ નેતા અને ગુજરાત માટીકામ કલાકારી બોર્ડના ચેરમેન દલસુખ પ્રજાપતિએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. વાલીઓ ફી નથી ભરતા એટલે ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું છે. સ્કૂલના 100થી વધુ શિક્ષકોને છુટા કર્યા છે. સરકારે વાલીઓને રાહત આપવી જોઈએ. સરકાર નક્કર નિર્ણય નથી લઈ રહી. શાળા સંચાલકોને પગાર કરવાના કે બિલ ભરવાના રૂપિયા પણ નથી.
દલસુખ પ્રજાપતિ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે. કોંગ્રેસમાં હતા ત્યારે રાજ્ય સરકારમાં પ્રધાન રહી ચૂકેલા પ્રજાપતિ વડોદરાના મેયર પણ રહી ચૂક્યા છે. પ્રજાપતિ વિધાનસભાની ચૂંટણી હાર્યા પછી પક્ષપલટો કરીને ભાજપમાં આવી ગયા હતા. દલસુખ પ્રજાપતિ હાલ માટીકામ કલાકારી બોર્ડના ચેરમેન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion