શોધખોળ કરો

ગુજરાતના કયા શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દોડી આવ્યા?

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરામાં કોરોનાની સ્થિતિનો રિવ્યુ કરવા પહોંચ્યા છે. કોરોનાની સ્થિતિ મુદ્દે મ્યુનિસિપલ કમિશ્નર, પોલીસ કમિશ્નર, કલેક્ટર અને આરોગ્ય ઉચ્ચ અધિકારીઓ સાથે સર્કિટ હાઉસમાં બેઠક કરશે.

વડોદરાઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona)એ હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે અમદાવાદ(Ahmedabad) અને સુરત(Surat) પછી વડોદરામાં કોરોનાએ ઉથલો માર્યો છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) વડોદરામાં કોરોનાની સ્થિતિનો રિવ્યુ કરવા પહોંચ્યા છે. કોરોનાની સ્થિતિ મુદ્દે મ્યુનિસિપલ કમિશ્નર, પોલીસ કમિશ્નર, કલેક્ટર અને આરોગ્ય ઉચ્ચ અધિકારીઓ સાથે સર્કિટ હાઉસમાં બેઠક કરશે.

શહેરમાં ગઈકાલે 376 નવા કેસ આવ્યા હતા. જ્યારે 1 મોત થયું છે.  મોતનો આંક 252 પર પહોંચ્યો છે. વિપક્ષના આક્ષેપ છેલ્લા 2 દિવસમાં 45થી વધુ લોકોના કોવિડમાં મોત થયા છે. સર્કિટ હાઉસ ખાતે પોલીસ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ મોજુદ રહેશે. વિપક્ષના આક્ષેપ છે કે, છેલ્લા 2 દિવસમાં 4 થી વધુ લોકોના કોવિડમાં મોત થયા છે. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મુલાકાતને પગલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી,  ઓ.એસ.ડી વિનોદ રાવ, મ્યુનિસિપલ કમિશ્નર પી. સ્વરૂપ, મેયર કેયુર રોકડીયા, ધારાસભ્ય મનીષાબેન વકીલ, મંત્રી યોગેશ પંટેલ સર્કિટ હાઉસ પહોંચ્યા છે.  ડીડીઓ કિરણ ઝવેરી અને સાંસદ રંજનબેન ભટ્ટ પણ સર્કિટ હાઉસ પહોંચ્યા છે. 

જરાત સરકારે બીજાં રાજ્યોમાંથી આવતા તમામ લોકોના RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યા છે ત્યારે વડોદરામાં તંત્રની ઘોર બેદરકારી બહાર આવી છે. વડોદરામાં મુંબઇથી આવેલા 781 મુસાફરોના RT-PCR ટેસ્ટ કરાયા જ નથી. આ પ્રવાસીઓ RT-PCR ટેસ્ટ વિના વડોદરા આવી જતાં લોકોમાં મોટા પાયે કોરોનાનો ચેપ લાગવાનો ખતરો છે. હાલમાં મહારાષ્ટ્ર અને તેમાં પણ મુંબઈમાં કોરોના વિસ્ફોટ થયેલો છે ત્યારે RT-PCR ટેસ્ટ વિનાના પ્રવાસીઓને ઘૂસવા દઈને વડોદરાના લોકોને રામભરોસે છોડી દેવાય હોય એવી હાલત છે.

રેલવે ડી.આર.એમ દ્વારા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારીને આ પ્રવાસીઓનાં સેમ્પલ લેવા મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરાઈ છે પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી. રેલવે વિભાગે RT PCR ટેસ્ટ વગર આવેલા યાત્રીઓ નું લિસ્ટ તૈયાર કર્યું છે.

બીજ તરફ હજુ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેલવે સ્ટેશન પર મુસાફરોને ચેક કરવાની કોઈ વ્યવસ્થા કરાઈ નથી તેથી બેરોકટોક મુસાફરો પ્રવેશી રહ્યા છે. બહારથી આવતા પ્રવાસીઓનું ટેમ્પરેચર પણ માપવમાં નથી આવી રહ્યું અને કોર્પોરેશનની બેદરકારી શહેરીજનો માટે મુસીબત બની શકે છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના ( Coronavirus)અત્યાર સુધીના સૌથી વધુ 2410 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં ગઈકાલે  2015 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં અત્યાર સુધી 2,92,584 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 13 હજારની નજીક પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 12996 પર પહોંચ્યો છે. જેમાંથી 155 લોકો વેન્ટિલેટર પર અને 12841 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.35 ટકા છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન (AMC)માં 3,  સુરત કોર્પોરેશન(SMC)માં 4, વડોદરા કોર્પોરેશનમાં  1 અને ભાવનગરમાં 1 મોત સાથે કુલ 9  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4528 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 613, સુરત કોર્પોરેશનમાં 464, વડોદરા કોર્પોરેશનમાં 292, રાજકોટ  કોર્પોરેશનમાં 179, સુરત 151, વડોદરા 71, રાજકોટ 44, ભાવનગર કોર્પોરેશન-33, જામનગર કોર્પોરેશન -32, મહેસાણા-31, મહીસાગર-29, ભરુચ-28, ગાંધીનગર કોર્પોરેશન-27, પાટણ-27, ખેડા-26, મોરબી-26, સાબરકાંઠા-26,ગાંધીનગર-25, પંચમહાલ-25, અમરેલી-24, જામનગર-24, કચ્છ-24, નર્મદા-22, દાહોદ-21, આણંદ-19, વલસાડ-17, સુરેન્દ્રનગર-14, અમદાવાદ-13, બનાસકાંઠા-12 અને ભાવનગરમાં 10 કેસ નોંધાયા હતા.

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget