શોધખોળ કરો

Vadodara: પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું હાર્ટ અટેકથી નિધન, હાર્દિક પંડ્યાને આપ્યું હતું કોચિંગ

Vadodara: વડોદરામાં પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું.

Vadodara: વડોદરામાં પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. મળતી જાણકારી અનુસાર, બુધવારે 67 વર્ષીય જસ્મીન નાયકનું હાર્ટ અટેકથી નિધન થયું હતું. જસ્મીન નાયક બરોડા ક્રિકેટ એસોસિયેશન (બીસીએ)ના અંડર-16 અને અંડર-19 ટીમના સિલેક્ટર હતા.

તેમણે ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને કોચિંગ આપ્યું હતું. વડોદરા શહેરના પંચામૃત ફ્લેટમાં રહેતા પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મૃત્યું થયું હતું. જેને પગલે તેમના ઘરે પૂર્વ ક્રિકેટરો પહોંચ્યા હતા. ખાસવાડી સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જસ્મીન નાયકે બે ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી જેમાં તેમણે 21 રન ફટકાર્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. તેમનો જન્મ 21 ઓગસ્ટ 1956ના રોજ મહારાષ્ટ્રના વિરારમાં થયો હતો. 

તાજેતરમાં જ દત્તાજીરાવ ગાયકવાડનું થયું હતું નિધન

ભારતના પૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું મંગળવાર 13 ફેબ્રુઆરી 2024 ના રોજ 95 વર્ષની વયે  નિધન થયું હતું. તેઓ ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને રાષ્ટ્રીય કોચ અંશુમાન ગાયકવાડના પરિવારના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 12 દિવસથી બરોડાની એક હોસ્પિટલના આઈસીયુમાં દાખલ હતા. મંગળવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દત્તાજીરાવ ગાયકવાડે 1952 થી 1961 વચ્ચે ભારત માટે 11 ટેસ્ટ રમી હતી. તેમણે 1959 માં ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. તેમણે 1952માં લીડ્સ ખાતે ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 1961 માં ચેન્નઈમાં પાકિસ્તાન સામે હતી.

દત્તાજીરાવ ગાયકવાડે બરોડા  ટીમ તરફથી 1947 થી 1961 દરમિયાન રણજી ટ્રોફી રમી હતી. જેમાં તેમણે 14 સદીની મદદથી 3139 રન ફટકાર્યા હતા.  તેમનો સર્વોચ્ચ સ્કોર અણનમ 249 રન હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget