શોધખોળ કરો

વડોદરામાં હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસઃ પીડિતાને મદદ કરનાર અલ્પુ સિંધીની પણ ધરપકડ, ખુલશે અનેક રહસ્યો

વડોદરામાં 24 વર્ષની હરિયાણાની યુવતી પર બળાત્કાર ગુજારવાના  હાઇ પ્રોફાઈલ રેપ કેસમાં ભાગેડુ આરોપી સી.એ. અશોક જૈનની ક્રાઈમ બ્રાંચે પાલિતાણાથી ગુરૂવારે વહેલી સવારે ધરપકડ કરી હતી. હવે અલ્પુ સિંધી ઝડપાયો.

વડોદરાઃ હાઈ પ્રોફાઈલ દુષ્કર્મના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે.  પીડિતાને મદદ કરનાર અલ્પુ સિંધીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. હરિયાણાના ગુરગાવથી ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની ટીમે સયુંકત ઓપરેશનમાં ઝડપી પાડ્યો છે. અલ્પુ સિંધી પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ હતો. દુષ્કર્મની ફરિયાદમાં અલ્પુ સિંધીની શંકાસ્પદ ભૂમિકા છે. હવે દુષ્કર્મ કેસમાં અનેક રાજ ખુલશે.

વડોદરામાં 24 વર્ષની હરિયાણાની યુવતી પર બળાત્કાર ગુજારવાના  હાઇ પ્રોફાઈલ રેપ કેસમાં ભાગેડુ આરોપી સી.એ. અશોક જૈનની ક્રાઈમ બ્રાંચે પાલિતાણાથી ગુરૂવારે વહેલી સવારે ધરપકડ કરી હતી. ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ગુરૂવારે વડોદરા શહેરની મુલાકાતે ગયા છે. તેમની મુલાકાત વખતે જ ફરાર આરોપી અશોક જૈન પકડાઇ ગયો છે. હર્ષ સંઘવીએ આ કેસના તમામ આરોપી ઝડપાઈ ગયા હોવાની જાહેરાત કરી હતી.

આ પહેલાં બુધવારે આ કેસના અન્ય આરોપી રાજુ ભટ્ટને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો હતો. જૂનાગઢથી ઝડપાયા બાદ રાજુ ભટ્ટના પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તેને બળાત્કાર ગુજારાયો હતો તે સ્થળે લઈ જઈને પોલીસે  રિકન્સ્ટ્રકશન સહિતની તપાસ કરી હતી. પહેલ વારના રિમાન્ડ પૂરા થતાં પોલીસે રાજુ ભટ્ટના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રાજુ ભટ્ટે પોતાના યુવતી સાથે શરીર સંબંધ હોવાનું સ્વીકાર્યું છે. પોલીસે રાજુ ભટ્ટની વિસ્તૃત પૂછપરછ કરી હતી. રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસે તેને બુધવારે કોર્ટમાં રજૂ કર્યો હતો.  કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

અશોક જૈનની ધરપકડ અંગે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના વડા ડી.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે, અશોક જૈન ધોલેરામાં છૂપાઈને બેઠો હતો. ધોલેરાથી અશોક જૈન પાલિતાણા જૈન તીર્થની ધર્મશાળામાં ગયો હતો અને ત્યાં રહેતો હતો. તેના અમદાવાદમાં રહેતા ભત્રીજા સાથે તેની વાતચીત ચાલુ હતી. પોલીસે અમદાવાદમાં ભત્રીજાની કડક પૂછપરછ કરતાં તેણે અશોક જૈન પાલિતાણામાં છે એવું પોલીસને જણાવ્યું હતું. પોલીસે આજે સવારે અશોક જૈન પૂજા કરવા જતો હતો એ દરમિયાન જ તેને દબોચી લીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Embed widget