Vadodara: થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા વડોદરામાં ઝડપાઈ દારૂની મહેફિલ, 13 નશાખોરો ઝડપાયા
Vadodara: દારૂની મહેફિલ માણતા 13 વ્યક્તિઓને ઝડપ્યા હતા. પોલીસે દારૂ અને બિયરની બોટલો પણ જપ્ત કરી હતી.
Vadodara: થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા વડોદરામાં દારૂની મહેફિલ ઝડપાઈ હતી. દારૂની મહેફિલ માણતા 13 વ્યક્તિઓને ઝડપ્યા હતા. પોલીસે દારૂ અને બિયરની બોટલો પણ જપ્ત કરી હતી.
મળતી જાણકારી અનુસાર, પાદરા પોલીસે દરોડા પાડીને દારૂની મહેફિલનો પર્દાફાશ કર્યો હતો. પાદરા પોલીસે સાધી ગામ નજીક ખુલ્લા ખેતરમાં ચાલી રહેલી દારૂની મહેફિલ ઝડપી પાડી હતી. પોલીસે 13 લોકોને ઝડપી પાડ્યા હતા. સાથે પોલીસે દારૂની બોટલ અને બિયરના ટીન પણ જપ્ત કર્યા હતા.
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં FL-3 લાયસન્સ હેઠળ દારૂ પીવાની છૂટ મળ્યા બાદ રાજ્ય સરકારે મહત્વના પ્રવાસન સ્થળોએ દારૂબંધી હળવી કરવાની વિચારણા શરૂ કરી છે. કચ્છના રણોત્સવ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે, હિલસ્ટેશન સાપુતારા અને બીચ ટુરિઝમ સહિતના સ્થળોને આવરી લેવાય તેવી સંભાવના છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જવાબ આપતા કહ્યું કે માંગણી આવશે તો સમયાંતરે સરકાર તેની વિચારણા કરશે. હાલ તો વિદેશી ટુરિસ્ટ માટે પરમિટની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આ સ્થળોએ હોટલ કે ક્લબ હાઉસ તરફથી દરખાસ્ત આવશે તો વિચાર કરાશે. સાથે જ તેમણે જણાવ્યું કે ગુજરાતના વિકાસ માટે રાજ્યના હિતને ધ્યાનમાં રાખી આગળના નિર્ણયો કરવામાં આવશે. ધોરડો , સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ અપાય તેવી સંભાવના છે. સુરતના ડાયમંડ બુર્સની માંગણી આવે તેવી સંભાવના હોવાથી પ્રવક્તા મંત્રીએ કહ્યું કે પ્રવાસન સ્થળો ઉપરાંત કેટલાક ઉદ્યોગ સ્થળોએ પરમીટ આપવાનું વિચારણામાં લઈ શકાય છે.
ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં છૂટછાટથી વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળશે તેવું કહેવાની સાથે સાથે સરકારના આ નિર્ણયને આવકાર મળી રહ્યો હોવાનો ઋષિકેશ પટેલે કહ્યું છે. એટલુ જ નહીં અન્ય પ્રવાસન સ્થળોએ આ પ્રકારની છૂટછાટ અપાશે કે નહીં અને અપાશે તો ક્યારે તેને લઈ સંકેત પણ આપ્યા છે. પત્રકારોના સવાલ પર સરકારના પ્રવકતા મંત્રીએ સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું કે, સમય પ્રમાણે સરકાર દારૂમાં છૂટ મુદ્દે નિર્ણય લઈ શકે છે.ગિફ્ટ સિટીમાં નોકરી કરતા અથવા અધિકૃત મુલાકાતીઓને લીકર પીરસવા માંગતી હોટલ/ક્લબ/રેસ્ટોરન્ટને લીકર પીરસવા અંગેનું લાયસન્સ, ગીફ્ટ સિટી ગાંધીનગર ખાતે આવેલ –આવનાર ખાનપાન સુવિધા ધરાવતી હોટલ-ક્લબ-રેસ્ટોરન્ટને લાયન્સ મળી શકશે.