Vadodara : યુવતીને રૂમમાં ખેંચી જઈ યુવકે બંધ કરી દીધો દરવાજો, પરાણે સંબંધ બાંધવાનો પ્રયાસ ને......
યુવતીને પરાણે રૂમમાં ખેંચી જઈ આરોપીએ રૂમનો દરવાજો અંદરથી લોક કરી દીધો હતો. જોકે, નાની બહેને બૂમો પાડતાં આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસ ફરિયાદ થતાં એકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ફરાર શખ્સની શોધખોળ કરવામાં આવી રહી છે.
વડોદરાઃ શહેરના કારેલીબાગમાં રહેતી માનસિક અસ્વસ્થ યુવતી પર યુવકે બળાત્કારનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીને પરાણે રૂમમાં ખેંચી જઈ આરોપીએ રૂમનો દરવાજો અંદરથી લોક કરી દીધો હતો. જોકે, નાની બહેને બૂમો પાડતાં આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસ ફરિયાદ થતાં એકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ફરાર શખ્સની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, યુવતીના પિતાને પાડોશીએ ફોન કરીને તાત્કાલિક ઘરે બોલાવ્યા હતા. પિતા ઘરે પહોંચતા નાની દીકરી રડી રહી હતી. જેથી પિતાએ પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, બે શખ્સો તેમના ઘર પાસે ઉભા હતા. જેમાંથી એક શખ્સ મોટી બહેનને ઘરમાં લઈ ગયો હતો. દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.
તેમજ આ યુવક યુવતી સાથે શારીરિક અડપલા કરી રહ્યો હતો. જોકે, તેણે બૂમાબૂમ કરતાં આ યુવક ભાગી ગયો હતો. આ અંગે બળાત્કારનો પ્રયાસ કરનાર શખ્સ સાથે ઉભેલા યુવકની પૂછપરછ કરતાં તેણે આરોપીની ઓળખ પોલીસને આપી હતી. યુવતીના પિતાની ફરિયાદને આધારે પોલીસે એકની ધરપકડ કરી લીધી છે. જ્યારે બળાત્કારનો પ્રયાસ કરનાર શખ્સ ફરાર છે.
Vadodara: યુવતીએ બર્થ ડે પર પ્રેમીને શરીર સુખ માણવા ઘરે બોલાવ્યો, પતિ ઘરમાં જ છૂપાઈ રહ્યો ને...........
વડોદરાઃ વડોદરા નજીક અનગઢ ખાતે રહેતી યુવતીને અન્ય યુવક સાથે શરીર સંબંધ બંધાયા હતા. પતિને આ વાતની ખબર પડતાં તેણે પત્નિને તેના બર્થ ડે પર પ્રેમીને શરીર સુખ માણવા બોલાવવા કહ્યું હતુ. પત્નિએ દબાણમાં આવીને પ્રેમીને ફોન કર્યો હતો. પ્રેમી મિત્ર સાથે શરીર સુખ માણવા પ્રેમિકાના ઘરે પહોંચ્યો હતો. મિત્રને તેણે બહાર ઉભો રાખ્યો હતો અને પોતે ઘરમાં પ્રવેશ્યો કે તરત પતિએ પહેલાંથી બનાવેલી યોજના પ્રમાણે હુમલો કરીને લાકડીના ફટકા મારીને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે, આણંદ તાલુકાના સામરખા નજીક રહેતી યુવતીનાં લગ્ન રામગઢ ખાતે રહેતા યુવક સાથે દોઢ વર્ષ પહેલાં થયાં હતાં. યુવતીને ભાટીયાપુરા ગામના યુવક સાથે શરીર સંબંધ હતા ને બંને યુવતીના પતિથી છૂપાઈને શરીર સુખ માણતાં હતાં.
દરમિયાનમાં યુવતીનો મોબાઇલ બંધ થઈ જતાં પતિએ તેના ફોનનું સિમકાર્ડ પોતાના ફોનમાં નાંખ્યું હતું. ચાર દિવસ પહેલાં ભાટીયાપુરા ગામના યુવકનો મેસેજ આવતાં પતિને શંકા ગઇ હતી. પતિએ યુવતીને પૂછતાં તેણે અન્ય યુવક સાથેના શરીર સંબંધની વાત કરી હતી. પતિએ યુવતીના પ્રેમીને પાઠ ભણાવવાની યોજના ઘડીને 2 જૂને પત્નિનો બર્થ ડે હોવાથી પ્રેમીને ઘેર બોલાવવા કહ્યું હતું અને પત્નિ પાસે ફોન કરાવ્યો હતો.
યુવતીએ શરીર સુખ માણવા માટે ફોન કરતાં પ્રેમી દોડી આવ્યો હતો પણ કે ઘરમાં આવ્યો કે તરત જ પતિ તૂટી પડયો હતો. પ્રેમી પર ઘાતકી હુમલો થતાં તે લોહીલુહાણ હાલતમાં સાથે આવેલા મિત્રની બાઇક પાછળ બેસીને ભાગ્યો હતો પણ થોડે આગળ જતાં તે ઢળી પડયો હતો. મિત્રે પંચાયત ઘર પાસે બાઇક ઉભી રાખી યુવકને નીચે ઉતારી બાંકડા પર સૂવડાવ્યો હતો. આ વખતે યુવતીનો પતિ પાછળ ધસી આવ્યો હતો અને તેણે ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનો મોબાઇલ ખેંચીને તળાવમાં ફેંકી દીધો હતો. આ મોબાઇલમાં યુવતીના ફોટા હોવાનું પણ મનાઇ રહ્યું છે. નંદેસરીના પીઆઇ એ કે વડિયાએ કહ્યું હતું કે, મોબાઇલને શોધવા ગામના તરવૈયાઓની મદદ લીધી હતી પણ ફોન મળ્યો નથી. મોબાઇલ નહીં મળે તો ફાયર બ્રિગેડની મદદ લેશે.