શોધખોળ કરો

પાલતુ શ્વાન રાખનારા થઈ જાવ સાવધાન! ગુજરાતના આ શહેરમાં વેરો લગાવવા પર થઈ રહી છે વિચારણા

હવે, ગુજરાતના આ શહેરમાં પાલતુ શ્વાન પર વેરો લગાવવા પર વિચારણા ચાલી રહી છે

હવે, ગુજરાતના આ શહેરમાં પાલતુ શ્વાન પર વેરો લગાવવા પર વિચારણા ચાલી રહી છે. મળતી જાણકારી અનુસાર, વડોદરા મહાનગરપાલિકા પાલતુ શ્વાનનો પણ વેરો ઉઘરાવવાની વિચારણા કરી રહ્યું છે. વડોદરા મનપાએ તમામ શ્વાનની ઓળખ માટે માઇક્રોચીપ પણ લગાવવાની વિચારણા છે. વડોદરા શહેરમાં અંદાજીત 50 હજાર પાલતુ શ્વાનની સંખ્યા છે. પાલતુ શ્વાનના વેરાથી મનપાને વર્ષે અંદાજીત એકથી દોઢ કરોડથી આવકની શક્યતા છે.

ગુજરાતમાં પહેલીવાર વડોદરા પાલિકા પાલતુ શ્વાનનો પણ વેરો ઉઘરાવવા વિચારણા કરી રહ્યું છે.  પાલિકા દ્વારા દરેક સ્વાનની ઓળખ માટે માઈક્રોચીપ પણ લગાવવાની વિચારણા છે. ખાનગી ક્લબોનો માઈક્રોચીપ ફીટ કરવાનો ચાર્જ ૪૫૦ થી ૫૦૦ રૂપિયા છે. હાલ વિવિધ ક્લબોમાં શ્વાનના 25000 રજીસ્ટ્રેશન તો બીજા મિક્સ બ્રીડ શ્વાનના પણ 25000 જેટલા રજીસ્ટ્રેશન છે. શહેરમાં રોજના 25 લોકોને રખડતા શ્વાન બચકા ભરી રહ્યા છે. દર વર્ષે કરોડોનો ખર્ચ ખસીકરણ પાછળ થાય છે છતાં સમસ્યાનો હલ થઈ રહ્યો નથી.

Gandhinagar: CGSTના આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરી વિરુદ્ધ CBIની કાર્યવાહી, 42 લાખ રોકડા મળ્યા

ગાંધીનગરઃ CBIએ બુધવારે મોડી સાંજે ગાંધીધામ યુનિટના સેન્ટ્રલ જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરી અને તેના પત્ની વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.  તપાસ દરમિયાન આવક કરતા 74 ટકા વધુ કુલ 3.71 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે.  42 લાખ રોકડા ઉપરાંત એક કરોડની કિંમતી ઘડિયાળો, ફોરેન કરન્સી મળી છે. ગુજરાત અને રાજસ્થાનના વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

સીબીઆઈને ખાનગી માહિતી મળી હતી કે ગાંધીધામ સેન્ટ્રલ જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરીએ વર્ષ 2017થી 2021ના નોકરીના કાર્યકાળ દરમિયાન સત્તાનો દુરૂપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરીને કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકતો વસાવી છે. આ વિગતોના આધારે સીબીઆઈની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે તપાસ કરતા અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. મહેશ ચૌધરીએ રાજસ્થાનના બાડમેર પર તેના અન્ય પરિવારજનોના નામે કરોડો રૂપિયાની જમીનમાં રોકાણ કર્યુ હતુ.

અમદાવાદના પ્રહલાદનગરમાં તેની પત્નીના નામે રૂપિયા છ કરોડની કિંમતનો ફ્લેટ લીધો હતો. જેમાં કુલ 3.71 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી. ગુરૂવારે સીબીઆઈએ સેન્ટ્રલ જીએસટી કચેરી પર આવેલ મહેશ ચૌધરીની ઓફિસે સર્ચ ઓપરેશન હાથ ધરીને કોમ્પ્યુટર સહિત કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. હજુ પણ અનેક સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે.

Gandhinagar: ખેડૂતો માટે માઠા સમાચાર, શું ધરતીપુત્રોને નહીં મળે કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનનું વળતર ?

Gujarat Agriculture News: ખેડૂતો માટે  માઠા સમાચાર છે. રાજ્યમાં પાછલા દિવસોમાં થયેલા કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. રાજય સરકારના કૃષિ વિભાગ દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરીને રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે. સર્વે રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પાકને નુકશાની ન પહોંચી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. રિપોર્ટ પ્રમાણે કમોસમી વરસાદના કારણે નુક્શાની ન હોવાના કારણે વળતર ચુકવણી નહીં થાય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Embed widget