વડોદરાઃ પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીનું રહસ્યમય મોત, રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યો જ નહી
ભૂટાનનો વિદ્યાર્થી પારૂલ યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યો હતો
વડોદરાઃ વડોદરામાં પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીનું રહસ્યમય મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, ભૂટાનનો વિદ્યાર્થી પારૂલ યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યો હતો. કિનલે ફુનાત્સો શેરલ (24) નામનો વિદ્યાર્થી સેફ્રોન રેસીડેન્સીમા ઘરમા શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. રાતે સૂતા પછી સવારે મિત્રોએ ઊઠાડતા તે ઉઠ્યો નહોતો, બાદમાં તેના મિત્રો તેને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
વિદ્યાર્થીનું મોતનું સાચુ કારણ જાણવા માટે વિશેરાને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ એમ્બેસીને પણ કરવામાં આવી છે. વિદ્યાર્થીના મૃતદેહને મુંબઇથી હવાઇ માર્ગે ભૂટાન લઇ જવામાં આવશે. વરનામા પોલીસ અને ડૉક્ટરના મતે વિદ્યાર્થીનું મોત કુદરતી હોઇ શકે છે.
દ્વારકાના દરિયામાં ભારતીય જળ સીમા પાસેથી 7 માછીમારોનું અપહરણ
દ્વારકાના ઓખા બંદરમાં ભારતીય જળ સીમા નજીકથી એક બોટ સાથે 7 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. માછીમારો બોટ લઈ અહીં માછીમારી કરવા આવે છે. ત્યારે માછીમારોની બોટ માછીમારી કરવા દરીયામાં ગયા હતા ત્યારે પાકિસ્તાની એજન્સી દ્વારા બોટનું અપહરણ કરવામાં આવ્યું છે. તુલસી મૈયા નામની બોટનું અપહરણ કરવામાં આવ્યું છે.
ઓખા બંદરની તુલસી મૈયા નામની બોટ તા ૧૮.૦૧.૨૨ ના રોજ ઓખાથી માછીમારી કરવા માટે ગઈ હતી. આ બોટમાં સાત ખલાસી ક્રુ મેમ્બર માછીમારી કરવા ગયા હતા. જે બોટનું એન્જિન દરિયા અંદર ખરાબ થઈ જતા દરિયામાં ફસાઈ હતી. ત્યારે આજ રોજ તા.28.01.2020 ના રોજ પાકીસ્તાની એજન્સી દ્વારા 7 ખલાસી સાથે આ બોટનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. દરીયા અંદર મુસીબતમાં ફસાયેલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે.
ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન
પરફેક્ટ ફિગર, લૂક્સ પણ શાનદાર છે.......Disha Pataniએ બિકીની લૂકમાં ફેન્સને કર્યા દિવાના, જુઓ એક ઝલક
અજમાવો આ ટ્રિક્સ, તમારી Instagram પૉસ્ટ ઘડીકમાં થઇ જશે ટ્રેન્ડ.........