Vadodara: એક્ટિવા પર જતા નણંદ-ભાભીને ગાયે લીધા અડફેટે, જાણો પરિવારે શું કરી માંગ
Vadodara News: મહિલાઓ પર ગાયના હુમલાબાદ કોર્પોરેશનની ઢોર પાર્ટીએ ગાયને પકડી પાંજરાપોળમાં મોકલી આપી હતી.
Vadodara News: વડોદરાવાસીઓને રખડતા ઢોરની સમસ્યાથી મુક્તિ મળે તે માટે મહાનગરપાલિકા કાર્યવાહી તો કરે છે પણ સમસ્યાનો અંત આવતો નથી.. શહેરના આજવા રોડ પર એક્ટિવા પર જતી બે મહિલાઓને ગાયે અડફેટે લીધી હતી. સંતપ્યારી અને ભાવિકાબહેન એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે ગાયે બંનેને એક્ટિવા પરથી પછાડી હુમલો કર્યો. જેમાં બંનેને ઈજા પહોંચી હતી. જે બાદ તેમના પરિવારજનોએ ગોપાલકો સાથે બેસીને રસ્તે રખડતી ગાયોની સમસ્યા હલ કરવી જોઈએ તેવી માંગ કરી હતી. મહિલાઓ પર ગાયના હુમલાબાદ કોર્પોરેશનની ઢોર પાર્ટી એ ગાયને પકડી પાંજરાપોળમાં મોકલી આપી હતી.
આજવા રોડ પર રહેતા નણંદ અને ભાભી ડબલ સવારી એકટીવા પર જઈ રહ્યા હતા. નવજીવન બસ સ્ટેન્ડ નજીક ગાયે તેમના પર હુમલો કર્યો હતો. વાહન પછાડી ગાયે બંને મહિલાને શિંગડા તેમજ લાતો મારી હતી. ગાયના હુમલામાં સંત પ્યારી નામની યુવતીને વધુ ઈજાઓ થઈ હતી. સંત પ્યારીના મોં, માથે અને નાકે ઇજાઓ સાથે વાગ્યો બેઠો માર વાગ્યો હતો અને માથામાં સોજો આવ્યો હતો. તો ભાવિકા નામની મહિલાની પણ બેઠા મારના પગલે હાલત કફોડી બની હતી.
નવસારીમાં આખલા યુદ્ધ
નવસારી શહેરના છાપરા રોડ વિસ્તારમાં ભૂત મામા મંદિર પાસે બે આખલા બાખડ્યા હતા. મુખ્ય રસ્તાની વચ્ચે આખલા લડતા હતા ત્યારે એક વ્યક્તિનો જીવ બચ્યો હતો. પાલિકા શહેરમાંથી એક તરફ રખડતા ઢોરને પકડવાની કામગીરી કરે છે તો બીજી તરફ રખડતા ઢોરનો આતંક યથાવત છે.
રાજકોટમાં ઠંડીથી વિદ્યાર્થીનીના મોત બાદ તંત્રએ શું કર્યો આદેશ ?
રાજ્યમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ગગડતા રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ત્યારે ગઈકાલ રાજકોટના ગોંડલ રોડ પર આવેલી એ. વી. જસાણી સ્કૂલમાં ધોરણ 8માં ભણતી એક વિદ્યાર્થિનીનું મોત થયુ હતું. ધોરણ 8ની આ વિદ્યાર્થિનીને ધ્રુજારી આવ્યા બાદ બેન્ચ પરથી ઢળી પડી હતી અને એ પછી તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થીનીના મોત બાદ તંત્ર સફળું જાગ્યું છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર બહાર પાડ્યો છે. જે મુજબ ગુરુવારથી રાજકોટની તમામ શાળાનું શૈક્ષણિક કાર્ય સવારે 8 વાગ્યાથી શરૂ થશે ઉપરાંત ઠંડીના દિવસોમાં યુનિફોર્મના સ્વેટર સિવાય વધારાના સ્વેટર અને શાલ પહેરતા શાળા નહિ રોકી શકશે નહીં.
આ બાબતે પરિવારજનોએ આરોપ કરતા કહ્યુ હતું કે ઠંડીના કારણે બાળકીને હાર્ટ અટેક આવ્યો હતો અને તેનો તાત્કાલિક સારવાર ન મળતાં બાળકીનું મૃત્યુ થયુ છે. આ ઘટના બાદ આજે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને આ સમગ્ર ઘટના બાબતે સ્કૂલ પાસેથી રિપોર્ટ માગ્યો છે. બાળકીના મૃતદેહને પીએમ માટે લઇ જવાયો છે.