Vadodara News: પરિવારે હોટલમાં સૂપ ઓર્ડર કર્યો, અડધો પીધા બાદ નીકળી અંદરથી ગરોળી ને પછી...
Latest Vadodara News: ગ્રાહકને ખબર પડતાં હોટલ મેનેજરનો ઉધડો લઈ લીધો હતો. મેનેજરે સમગ્ર મામલે ફક્ત માફી માંગી હતી.
Latest Vadodara News: હોટલ-રેસ્ટોરંટમાં જમવા જતા લોકો માટે ફરી એક વખત આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના તરસાલી હાઈવે (Vadodara Tarsali highway) સ્થિત સર્વોત્તમ હોટલમાં (hotel sarvottam) પીરસવામાં આવેલા સૂપમાંથી મરેલી ગરોળી (dead lizard found from soup) નીકળી હતી. જેને લઈ ગ્રાહકે વીડિયો વાયરલ (viral video) કર્યો હતો. ગ્રાહકના પરિવાર ના લોકો મરેલી ગરોળી વાળું અડધું સૂપ પી ગયા હતા.
ગ્રાહકને ખબર પડતાં હોટલ મેનેજરનો ઉધડો (hotel manager apologies) લઈ લીધો હતો. મેનેજરે સમગ્ર મામલે ફક્ત માફી માંગી હતી. ગ્રાહકે કહ્યું કે અમારા પરીવારના સદસ્યોએ કશું થયું તો જવાબદાર કોણ? ફૂડ હાઇજીન મેઈનટેઈન કરવામાં હોટલો ઝીરો છે.
થોડા સમય પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મેરિયટ હોટલના ફેરફિલ્ડના કિચન સામે ક્લોઝર નોટિસ જારી કરી હતી. આ કાર્યવાહી એક ગ્રાહકની ફરિયાદના કારણે કરવામાં આવી હતી. આ ગ્રાહકો ફરિયાદ કરી હતી કે તેણે ફેરફિલ્ડ કિચનમાંથી જે સૂપ મંગાવ્યો હતો તેમાંથી જીવાત મળી આવી હતી. આ અંગે અધિક આરોગ્ય અધિકારી ડો.ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, તેમને 31 માર્ચના રોજ ફરિયાદ મળી હતી જેના કારણે ફૂડ સેફ્ટી ઓફિસરને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમને હોટલના કિચન અને કાફે એરીયામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ શેડ્યુલ-4 નિયમોનું પાલન ન થતું હોવાનું જોવા મળ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જેવા જરૂરી દસ્તાવેજોનો અભાવ જોવા મળ્યો હતો. જાહેર આરોગ્યની ચિંતાઓને ધ્યાનમાં રાખીને રસોડાને ખાવાનું બનાવવાની પ્રવૃત્તિઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, મેરિયોટ હોટલનું રસોડું અને કાફે વિસ્તાર એકવાર તેઓ સંબંધિત પ્રમાણપત્રો મેળવવા અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા સહિતની આવશ્યકતાઓને પૂર્ણ કરે ત્યારપછી જ પોતાની કામગીરી ફરી શરૂ કરી શકે છે. તેમણે શહેરભરમાં ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓને પેસ્ટ કંટ્રોલ કરાવવાને પ્રાથમિકતા આપવા અને યોગ્ય દસ્તાવેજો જાળવવા વિનંતી કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, સ્વચ્છતાના ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ રહેલા વ્યવસાયો સામે કડક પગલાં લેવામાં આવશે. AMC આરોગ્ય વિભાગના સૂત્રોએ સ્વીકાર્યું હતું કે, શહેરમાં ઘણી હોટલ અને રેસ્ટોરન્ટના રસોડામાં સ્વચ્છતાની અવગણના કરવામાં આવે છે અને તેનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવતું નથી.
આ પણ વાંચોઃ
આગામી કેટલાક મહિના સુધી પ્રદેશ ભાજપ અધ્યક્ષની જવાબદારી સી આર પાટીલ પાસે જ રહેશે, જાણો શું છે કારણ